: ૨૦ : આત્મધર્મ: ૨૩૯
અરે જીવ! તું ક્રોધને છોડ! ને ક્ષમાગુણને ધારણ કર. મુનિનું સંબોધન છે પણ સર્વ જીવોને માટે
ઉપદેશ છે. સામા જીવોના પરિણામ તેના પાસે રહ્યા, બીજાના પરિણામની જવાબદારી પોતાના ઉપર
નથી. પણ પોતાના પરિણામમાં જીવ ક્ષમા રાખે. જગતની પ્રતિકૂળતાના પ્રસંગે સંતો અંદર
ચૈતન્યની શાંતિના કુવામાં ફડાક કરતા ઊંડે ઉતરી જાય છે... શ્રાવક તે પણ મુનિનો ભક્ત અને
ઉપાસક છે–તેણે પણ આવી પરિણામ શુદ્ધિ પ્રગટ કરવા યોગ્ય છે. પંચમ કાળમાં પ્રતિકૂળતા તો
અનાદિ કાળથી સંચિત એવી જે ક્રોધજ્વાળા તેને દુઃખદાયક જાણીને, ક્ષમારૂપી જળવડે તું
બુઝાવ! મન–વચન–કાયાથી સર્વે જીવો ઉપર ક્ષમા પ્રગટ કરીને, ચિદાનંદની શાંતિને સાધજે.
માતા બાળકને કહે કે હે ભાઈ! તું તો ડાહ્યો છો... તારે આમ ન કરાય, તેમ આચાર્યદેવ કહેછે કે
હે ક્ષમાવંત! હે ક્ષમાગુણના ધારક! તારા ભાવને ન જાણનારા બીજા તારી નિંદા કરે તોપણ તું ક્ષમા
રાખજે. અરિહંતો ક્ષમામાં શૂરવિર છે, હે મુનિ! તું પણ ક્ષમામાં શૂરવીર થા! ક્રોધ કરે તે વીર નથી. તે
તો નિર્બળ છે. ક્ષમા તે આત્માનો સ્વભાવ છે, તેનાથી આત્માની મહાનતા છે. પણ ખરી ક્ષમા ક્યારે
રાખી શકે? કે દેહ અને માનનું મહત્વ છોડીને તેનાથી આત્માની મહાનતા છે. પણ ખરી ક્ષમા ક્યારે
રાખી શકે? કે દેહ અને માનનું મહત્વ છોડીને તેનાથી ભિન્ન ચૈતન્યને જ્યારે જાણે ત્યારે સાચી ક્ષમા
પ્રગટે. મારા ચૈતન્યમાં જગતના શબ્દોનો પ્રવેશ જ ક્યાં છે? પછી શબ્દ કહેનાર પ્રત્યે હું ક્રોધ કેમ કરું?
સામાના શબ્દથી નુકશાન નથી થતું પણ ક્રોધથી જ નુકશાન થાય છે. ક્રોધ કરનાર પોતે પોતાને
નુકશાન કરે છે, પણ ગાળ દેનાર કાંઈ નુકશાન કરતો નથી. માટે હે જીવ! ક્રોધના પ્રસંગ ઉપસ્થિત
થવાના પ્રસંગે તું તારા ચૈતન્યના શાંત ક્ષમા જળવડે તે ક્રોધાગ્નિને બુઝાવી દેજે.
કરોડો પૂર્વનો સંયમ હોય. પણ ક્રોધવડે તેનું ફળ ક્ષણમાં દગ્ધ થઈ જાય છે. ચૈતન્યને સાધનાર
મુનિપણારૂપ જે વૃક્ષ તે મોક્ષફળ આપવાની તૈયારીવાળું છે. પણ જો તેમાં ક્રોધરૂપી અગ્નિ લાગે તો તે
વૃક્ષને દગ્ધ કરી નાખે છે. માટે હે મુનિ! સંયમાદિની રક્ષાને અર્થે તું ક્ષમાભાવ ધારણ કરજે, ભેદ
જ્ઞાનની ભાવનાના બળે તું ક્ષમાભાવ પ્રગટ કરજે, ક્રોધને પ્રગટ થવા દઈશ નહીં. ચૈતન્યની ભાવના
સિવાય બીજો કોઈ ક્રોધના નાશનો ઉપાય નથી.
હવે ઉત્તમ બોધિ–રત્નત્રયની સિદ્ધિને અર્થે એકદમ વૈરાગ્યભાવના ભાવવાનો ઉપદેશ કરે છે.
दीक्खाकालईयं भावय अविचार दंसणविसुद्धो।
उत्तम बोहिणिमित्तं असार साराणि मुणिऊण।। ११०।।
જુઓ, આ વૈરાગ્યનો ઉપદેશ! સંસારને અસાર જાણી, સ્વરૂપને સાધવા માટે જ્યારે વૈરાગ્યથી
મુનિ દીક્ષા લીધી તે વખતના તીવ્ર વૈરાગ્યને ઉત્તમબોધિ નિમિત્તે હે જીવ! તું સ્મરણ કર. તેની ભાવના
ભાવ. વિશુદ્ધચિત્તથી એટલે કે સમ્યગ્દર્શનાદિ નિર્મળ પરિણામ સહિત થઈને તું ઉત્કૃષ્ટ વૈરાગ્યની
ભાવના કર. મુનિ થતી વખતે આખા જગતથી ઉદાસ થઈને સ્વરૂપમાં જ રહેવાની કેવી ઉગ્ર ભાવના
હતી! જાણે સ્વરૂપથી બહાર હવે કદી આવવું જ નથી–આવા ઉત્તમ વૈરાગ્ય પ્રસંગની ભાવનાને ફરીફરી
ભાવીને હે જીવ! તું તારા રત્નત્રયની નિર્મળતા કર.
ચિદાનંદસ્વભાવને જ સાર જાણ્યો ને સંસારને અસાર જાણ્યો તે જીવ ચૈતન્યની ઉગ્ર ભાવનાવડે
ભાવશુદ્ધિ પ્રગટ કરે છે. ચિદાનંદ સ્વભાવ પવિત્ર–અકષાય છે, તેની ભાવનાથી કષાયો નષ્ટ થઈને
સમ્યગ્દર્શનાદિ પવિત્ર ભાવ પ્રગટે છે. ચૈતન્યને સાધવા માટે જે વૈરાગ્યની ધારા ઉલ્લસી, કે રાગના
કાળે જે વૈરાગ્યભાવના જાગી કે મરણપ્રસંગ આવી પડે તે વખતે જેવી વૈરાગ્ય ભાવના હોય–એવા
વૈરાગ્યને તું સદાય નિરંતર ધ્યાનમાં રાખીને વારંવાર ભાવના ભાવજે. વૈરાગ્ય ભાવનાને શિથિલ થવા
દઈશ નહિ. જે આરાધના ઉપાડી તેને જીવનપર્યંત નિર્વહન કરજે. આરાધક જીવને તીવ્ર રોગ વગેરે
પ્રતિકૂળ પ્રસંગે વૈરાગ્યની ધારા વિશેષ ઉપડે