Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 31 of 61

background image
: ૨૨ : આત્મધર્મ: ૨૩૯
ચા... લો... શો... ધી... એ...
અહીં જે સોનેરીસુવાક્યો આપ્યાં છે તે સોનગઢના કોઈને કોઈ પવિત્ર સ્થાનમાં
લખેલા છે... ક્યું સુવાક્ય ક્યા સ્થળે લખેલ છે... તે શોધી કાઢવાનું છે.
ચાલો શોધીએ – (ન મળે તો આગામી અંકમાં શોધી લેશો.)
(૧)... એકલું નિરપેક્ષ તત્ત્વ જ લક્ષમાં લેવામાં આવે તો સ્વપર્યાય પ્રગટે છે
(૨) જીવ બંધ બંને નિયત નિજનિજ લક્ષણે છેદાય છે, પ્રજ્ઞાછીણી થકી છેદતાં બંને જુદા પડી
જાય છે.
(૩) હે ભાઈ! તું કોઈ પણરીતે મહાકષ્ટે અથવા મરીને પણ તત્ત્વોનો કૌતુહલી થઈ આ
શરીરાદિ મૂર્તદ્રવ્યોનો એક મૂહૂર્ત (બે ઘડી) પાડોશી થઈ આત્માનો અનુભવ કર...
(૪) જિન સમરો, જિન ચિંતવો, જિન ધ્યાવો મન શુદ્ધ, તે ધ્યાતાં ક્ષણ એકમાં લહો પરમપદને શુદ્ધ.
(પ) હે શિવપુરીના પથિક! ....... શિવપુરીનો પંથ જિનભગવંતોએ પ્રયત્નસાધ્ય કહ્યો છે.
(૬) નિધિ પામીને જન કોઈ નિજ વતને રહી ફળ ભોગવે.
ત્યમ જ્ઞાની પરજન સંગ છોડી જ્ઞાનનિધિને ભોગવે.
(૭) “અહો! આ અપરાજિત તીર્થંકર અને હું પૂર્વભવે અપરાજિત–વિમાનમાં સાથે જ હતા....”
(૮) જૈનધર્મને કાળની મર્યાદામાં કેદ કરી શકાય નહીં.
(૯) ते धन्याः सुकृतार्थः ते शूराः तेऽपि पंडिता मनुजाः।
सम्यक्त्वं सिद्धिकरं स्वप्नेऽपि न मलिनितं यैः।।
(૧૦)... કોઈ સત્ઉપદેશ પ્રસંગે થયેલી પરમ આત્મિકભાવનાને, કોઈ પુરુષાર્થના ધન્યપ્રસંગે
જાગેલી પવિત્ર અંર્તભાવનાને સ્મરણમાં રાખજે, નિરંતર સ્મરણમાં રાખજે, ભૂલીશ નહિ.
(૧૧) હવે પછીની અનંત કાળાવલી આત્મતત્ત્વના ભોગવટામાં જ વહો.
(૧૨)... દેવો ઉપકારવશતાને લીધે મેઘકુમારને વિમાનમાં બેસાડી અઢીદ્વીપની યાત્રા કરાવે છે.
(૧૩)... યાત્રા દરમિયાન ક્યાંક વનમાં ભક્તો સાથે તીર્થના મહિમા સંબંધી ચર્ચાવાર્તા કરે છે.
(૧૪) જે કોઈ સિદ્ધ થયા છે તે ભેદવિજ્ઞાનથી સિદ્ધ થયા છે.
(૧પ)... ઉજ્જવલ આત્માઓનો સ્વત: વેગ વૈરાગ્યમાં ઝંપલાવવું એ છે.
(૧૬) સંયમસુધસાગરને આત્મભાવનાથી પૂજું.
(૧૭) ઋષભદેવ અને શ્રેયાંસકુમારના જીવો... બે ચારણમુનિઓને આવતા દેખી આશ્ચર્ય પામે
છે અને તેમના ઉપદેશથી સમ્યગ્દર્શન પામે છે... પ્રીતિંકમુનિરાજ પૂર્વભવના સ્નેહને લીધે તેને સમ્યક્ત્વ
પમાડવાની ભાવના થવાથી અહીં આવેલ છે.
(૧૮) અર્હંત સૌ કર્મોતણો કરી નાશ એ જ વિધિ વડે, ઉપદેશ પણ એમ જ કરી, નિવૃત્ત થયા,
નમું તેમને.
(૧૯)... આ જગતપ્રસિદ્ધ સત્યને હે ભવ્ય! તું જાણ.
(૨૦) વિદેહક્ષેત્રમાં દેવો અને મનુષ્ય શ્રી સીમંધરભગવાનનો તપકલ્યાણમહોત્સવ ઊજવે છે...
ત્યાંથી ફરતાં ફરતાં નારદ અયોધ્યા તરફ આવે છે... પરમ હર્ષથી કહે છે: હે રાજન્! વિદેહક્ષેત્રની
પુંડરીકિણીનગરીમાં મેં સીમંધરસ્વામીને તપકલ્યાણકમહોત્સવ પ્રત્યક્ષ દેખ્યો.