Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 61

background image
: ૨૬ : આત્મધર્મ: ૨૩૯
પ્રવાહને ભેદે છે. બહારમાં કદાચ શુભના ઉદયથી અનુકૂળ સંયોગ મળે, પણ તે તરફના હર્ષના વેદનમાં જે
અટકે છે તે પોતાના વિજ્ઞાનઘનની આનંદદશાને તોડે છે. અનુકૂળ સામગ્રીમાં કાંઈ એવી તાકાત નથી કે
ચૈતન્યના આનંદનો સ્વાદ આપે. પરલક્ષે સુખની કલ્પના કરે તો પોતાના આનંદનો ઘાત કરે છે; તેમજ
પ્રતિકૂળ સંયોગમાં દુઃખની કલ્પના કરીને પરિણમે તે પણ પોતાના સ્વાધીન અસંયોગી સુખને ભૂલે છે.
અરે જીવ! પરમાં સુખ–દુઃખની કલ્પના વ્યર્થ છે; તારો આત્મા સ્વયમેવ વિજ્ઞાનઘન એક
આનંદસ્વાદથી ભરેલો છે. તારો સ્વભાવ કાંઈ હર્ષ–શોકની ઉત્પત્તિનું સ્થાન નથી. ચૈતન્યધામમાંથી
તોઆનંદની ઉત્પત્તિ થાય ને કેવળજ્ઞાન ઊપજે, –એવું તારું સ્વક્ષેત્ર છે. સ્વસન્મુખ આનંદપરિણતિમાં
વર્તતો જ્ઞાની હર્ષશોકનો ભોકતા થતો નથી, તે તો નિજાનંદના સ્વાદને જ વેદે છે.
પ્રભો, તારા આનંદસ્વભાવની વાત એકવાર રુચિમાં ને જ્ઞાનમાં તો લે. નિજસ્વભાવ તરફ
વળતાં એકરૂપ આનંદનો અનુભવ થાય–એવો સ્વભાવ છે. અરે, તારા સ્વાદની તને ખબર નહિ, ને
પરભાવના આકુળસ્વાદને તું તારો માનીને વેદી રહ્યો છે! તેમાં તો તારો આનંદરસ લૂંટાઈ જાય છે.
સ્વભાવ તરફ જો તો તેમાં પરમ શાંતિનો સ્વાદ ભર્યો છે.
જુઓ, આ ચૈતન્યની પરમશાંતિની વાત!
વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસમૂળ,
ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.
અરે, વીતરાગનાં વચન તો સ્વભાવ અને પરભાવની વહેંચણી કરાવીને, જીવને
અંતરસ્વભાવમાં લઈ જાય છે... જેનાથી ભવરોગનો નાશ થાય–એવી સ્વસન્મુખતા વીતરાગનાં વચન
બતાવે છે. પણ પુરુષાર્થહીન કાયર જીવો શુભરાગમાં અટકી રહ્યા છે.
ત્રિલોકનાથ પરમાત્મા તીર્થંકરદેવ એમ ફરમાવે છે કે અરે આત્મા! પરની ક્રિયામાં તું ક્યાં
અટક્યો? એ કાર્ય તારાં નથી. અજ્ઞાની પણ પરની ક્રિયા કરી શકતો નથી. તું તો જ્ઞાન છો; તારા
જ્ઞાનભાવમાં પરભાવનુંય કર્તવ્ય નથી. જેમ સૂર્યના તેજમાં પરભાવ નથી. રાગથી જુદો પડીને તારા
જ્ઞાનસ્વભાવમાં આવ, તો તને તારા જ્ઞાનનો સ્વાદ અનુભવમાં આવે.
હે જીવ! આત્મભાનમાં તું તારા નિર્મળ પરિણામને કર, અને અજ્ઞાનભાવમાં તું રાગ–દ્વેષ–હર્ષ–
શોકના પરિણામ કર; પણ બહારમાં કોઈ જીવને બચાવવો કે મારવો તે ક્રિયા તારા આત્માથી બહાર છે.
પરની ક્રિયા આત્મામાં નથી. વીતરાગના જેને ઉપાસક થવું હોય, દાસ થવું હોય–તેની આ વાત છે.
સમન્તભદ્રસ્વામી સ્વયંભૂસ્તોત્રમાં કહે છે કે હે નાથ! હે સર્વજ્ઞ પરમાત્મા! આપના ગુણગાન કરવા
માટે હું તો આપનો ચારણ છું, હું તો આપનો ચાકર ને દાસ છું. આપની સર્વજ્ઞતા વગેરે ગુણો પ્રત્યેની પરમ
ભક્તિને લીધે ચારણની જેમ હું આપનાં ગુણગાન કરું છું. જુઓ, આ આત્મગુણોનું બહુમાન!
આચાર્યદેવ કહે છે કે હે ભાઈ, સંસારની વાત તે બહું સાંભળી, એકવાર હવે અમારી વાત
સાંભળ! તારા ચૈતન્યમાં ભરેલા આનંદના નિધાન અમે તને દેખાડીએ છીએ તે સાંભળ. લક્ષ્મી
મળવાની વાત કેવી હોંશથી સાંભળે છે! –તો આ ચૈતન્યલક્ષ્મીના નિધાન તારાઅંતરમાં છે–તેની વાત
સાંભળવામાં ઉત્સાહ કર.
આત્માનો સ્વાદ અચલિત વિજ્ઞાનઘન છે. જેમ લીંડીપીપરમાં તીખો સ્વાદ છે સાકરમાં મીઠો સ્વાદ
છે, મીઠામાં ખારો સ્વાદ છે, તેમ ચૈતન્યમાં શાંતરસ–વિજ્ઞાનરસ ભર્યો છે, જેનો સ્વાદ આનંદમય છે.
આનંદનો સ્વાદ શુભરાગમાંય નથી. અતીન્દ્રિય આનંદરસનો સ્વાદ નિજસ્વભાવના
અવલોકનથી આવે છે. આત્મામાં એકરૂપ આનંદરસની ધારાનો પ્રવાહ