Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 61

background image
ભાદરવો: ૨૪૮૯ : ૨૭ :
વહે છે, –તેનો જ ધર્મી ‘ભાવક’ છે. ધર્મીજીવ ભાવક થઈને પોતાના નિજાનંદને જ પોતાનું ‘ભાવ્ય’
બનાવે છે, વિકારને તે પોતાનું ભાવ્ય બનાવતો નથી, તેને તો જ્ઞેયપણે ભિન્ન રાખે છે.
અજ્ઞાની જીવ નિજાનંદરસની ભાવનાને ભૂલીને, વિકારનો જ ભાવક થાય છે ને હર્ષ–શોક વગેરે
વિકારને પોતાનું ભાવ્ય બનાવે છે. આવા વિકારી ભાવ્ય ભાવક વડે અજ્ઞાનીએ આ સંસારમાં અનંત
અવતાર કર્યા. અનંત ભવથી તે સંસારદુઃખ ભોગવી રહ્યો છે. તેનાથી છૂટવાની આરીત છે.
અરે આત્મા! તારી ચીજ અંતરમાં આનંદસ્વાદથી ભરેલી એકરૂપ છે. શુભ કે અશુભ એ બંને
ભાવો તારા એકરૂપ સ્વભાવથી જુદી જાતના છે. વિરુદ્ધ જાત છે, દુઃખ દેનારા છે. આત્મામાં આનંદ છે,
વિકારમાં આકુળતા છે. શુભ કે અશુભ, તેનાથી બંધાતા પુણ્ય કે પાપ, તેના ફળરૂપ હર્ષ કે શોક અથવા
અનુકૂળતા કે પ્રતિકૂળતા–એ બધુંય ચિદાનંદમૂર્તિ આત્માથી બહાર છે, તે બધાયની રુચિ છોડીને
આનંદકંદ આત્માની રુચિ કરે ત્યારે જ ધર્મ અને આનંદ થાય છે.
વાહ! આત્મામાં ઊતરવા માટે કેવી સરસ વાત છે! એકવાર તો જગતથી જુદો પડીને અંદરમાં
આવ! અંદરમાં ઊતરીને આત્માનો અપૂર્વસ્વાદ એકવાર તો ચાખી જો. અત્યાર સુધી તો પરભાવના
સ્વાદમાં તું લૂંટાણો, હવે નિજભાવનો સ્વાદ ચાખીને અપૂર્વ નિધાનને પ્રાપ્ત કર.
પરભાવમાં ને સંયોગમાં જે સુખ માને છે તેને કહે છે કે અરે, પરભાવના ભીખારી! અરે,
સંયોગના ભીખારી! તારું સુખ એમાં ક્યાંય નથી; સુખ તો તારા અંતરમાં ભરેલું છે; તું પોતે
નિજાનંદનો બાદશાહ છો, અનંતા ચૈતન્યનિધાનનો સ્વામી તું છો... પણ તારા નિધાનને ભૂલીને તું
ભીખારીની જેમ બીજા પાસે તારા સુખની ભીખ માંગી રહ્યો છે. તે હવે છોડ, ને એકલો અંદર ઊતરીને
નિજનિધિને ભોગવ.
ભાઈ, સંયોગના લક્ષે અત્યારસુધી તેં ફક્ત દુઃખ જ ભોગવ્યા છે... સંયોગો કાંઈ આત્મામાં નથી
આવ્યા, ને તે સંયોગો ને કાંઈ આત્માએ નથી ભોગવ્યા... આત્માએ અજ્ઞાનીપણે પોતાના વિકારનું
દુઃખ જ ભોગવ્યું છે. જ્ઞાન થતાં આ જીવ વિકારનું વેદન છોડીને સ્વભાવના સુખને અનુભવે છે. હર્ષ
અને શોક એ બંનેથી જુદી આ ત્રીજી ચીજ છે.
અરે ભાઈ, અત્યારસુધી તેં તારા આત્માની સામે ન જોયું; આત્માની શુદ્ધતાને તે જાણી નહિ,
આત્માની શુદ્ધતાને તેં શ્રદ્ધામાં ન લીધી, ને આત્માની શુદ્ધતાના સ્વાદને તેં વેદનમાં ન લીધો, તેં
વિકારનું જ વેદન કર્યું–તે વેદનમાં તને કદી શાંતિ ન મળી. એકવાર ઉપયોગને અંતરમાં વાળીને,
વિકારને જુદો પાડીને, વેદન પલટાવી નાંખ તો તારા અંર્તવેદનમાં આનંદરસની ધારા વરસે.
અરે, તે શું કર્યું ને શું ભોગવ્યું? તેનીયે તને ખબર નથી? તારામાં જે થઈ રહ્યું છે તેની યે
ખબર તને ન પડે? –આટલો બધો બેખબરો? ઘરમાં મામા આવીને ચાલ્યા જાય ને ખબર ન રહે–તો
બેખબરો કહીને લોકો ઠપકો આપે છે; અહીં સન્તો ઠપકો આપીને સમજાવે છે કે અરે બેખબરા જીવ! તું
તારા આનંદઘન આત્માને ભૂલીને વિકારને ભોગવે છે, પરને કાંઈ તું નથી ભોગવતો, –છતાં પરને હું
ભોગવું છું એમ માની રહ્યો છે! જેમ મોઢામાં શું ખાય છે તેની પોતાને ખબર ન હોય–તો કવું કહેવાય?
–તેમ પોતે જે ભોગવી રહ્યો છે તેની પોતાને ખબર ન હોય–એ તો કેવું અજ્ઞાન! અહીં તો વિકારનાય
વેદનથી પાર ચૈતન્યના અતીન્દ્રિય આનંદનું વેદન કેમ થાય તેની વાત છે. એકવાર એનું વેદન કર તો
અપૂર્વ શાંતરસની ધારા આત્મામાં વરસે.
(આવા છે શ્રાવણમાસનાં સરવણાં)