Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 61

background image
: ૨૮ : આત્મધર્મ: ૨૩૯
રત્નત્રયન
આરાધના
(મોક્ષપ્રાભૃત ગા. ૪૭ થી પ૩ ઉપરના પ્રવચનોમાંથી)

આરાધનાના આ દિવસોમાં, આરાધનાનું સ્વરૂપ
સમજાવતું અને આરાધના પ્રત્યે તથા આરાધક સંતો
પ્રત્યે પરમ બહુમાન જગાડતું આ પ્રવચન સૌને
આહ્લાદિત કરશે.


સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની આરાધના તે જિનમુદ્રા છે, તે વીતરાગી જિનમુદ્રા જ મોક્ષના
કારણરૂપ છે ને તે પોતે સિદ્ધિસુખ છે. મોક્ષના કારણરૂપ જે રત્નત્રયસ્વરૂપ જિનમુદ્રા તેને જ
મોક્ષસુખ કહ્યું છે. જેમ પ્રવચનસારના પંચરત્નમાં ભાવલિંગી મુનિને જ મોક્ષતત્ત્વ કહ્યું છે, તેમ
અહીં રત્નત્રયની આરાધનારૂપ જિનમુદ્રા તે મોક્ષસુખનું કારણ હોવાથી, તેમાંજ કાર્યનો ઉપચાર
કરીને તેને જ મોક્ષસુખ કહ્યું છે. જિનમુદ્રા કેવી છે? કે ભગવાને જેવી આરાધી અને કહી તેવી
છે; સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રના આરાધક, વીતરાગતાના પિંડ મુનિ ચાલ્યા આવતા હોય–એ તો
જાણે સાક્ષાત્ મોક્ષતત્ત્વ આવ્યું! અહા, આવી મુનિદશારૂપ જિનમુદ્રા જેને ન રુચે તેને
આરાધનાનો જ પેમ નથી. આવી જિનમુદ્રાધારક મુનિના સાક્ષાત્ દર્શન થતાં મુમુક્ષુજીવનું
હૃદય આરાધના પ્રત્યેની ભક્તિથી ઊછળી જાય છે.
અરે, સ્વપ્નમાં પણ જેને આવી મુનિદશા
પ્રત્યે અણગમો આવે, કે તેની અરુચિ થાય, તે જીવ ગહન ભવવનમાં ભટકે છે, કેમકે તેને
આરાધના પ્રત્યે તિરસ્કાર છે. ધર્મીને તો સ્વપ્નમાં પણ વીતરાગી સંતધર્માત્માનું બહુમાન આવે,
સ્વપ્નમાં પણ મુનિ વગેરે ધર્માત્માના દર્શન થતાં ભક્તિથી તેના રોમ રોમ ઉલ્લસી જાય.
સમ્યગ્દર્શન સહિતની ચારિત્રદશા હોય ત્યાં બહારમાં પણ દિગંબર દ્રવ્યલિંગ હોય; આ
રીતે અંતરમાં ને બહારમાં વીતરાગ જિનમુદ્રા ધારણ કરનારા સંત મુનિઓ સ્વાધીન
આત્મસુખને અનુભવે છે. આચાર્યદેવ પોતે આવા સ્વાધીનસુખને અનુભવે છે. આવી
જિનમુદ્રાધારક ધર્માત્મા મુનિઓના દર્શનથી જેને પ્રમોદ અને ભક્તિ નથીઆવતા તે જીવા
આરાધનાથી ભ્રષ્ટ વર્તતો થકો સંસારમાં જ રખડે છે. ધર્મી જીવ તો આવા આરાધક મુનિને
જોતાં પ્રમોદિત થાય કે વાહ! ધન્ય આપની આરાધના!! ધન્ય આપની ચારિત્રદશા!!
ધન્યઆપનો અવતાર!! સાક્ષાત્ મોક્ષનું સાધન આપ કરી રહયા છો. –આમ પ્રમોદથી ધર્મીજીવ
રત્નત્રયની આરાધનાની ભાવના પુષ્ટ કરે છે.