મહાલી રહ્યા છે, ને અલ્પકાળે પૂર્ણ મોક્ષસુખને પામશે. જેના અંતરમાં લોભ રહે, આ લોકની
સગવડતાની આકાંક્ષા રહે, પ્રતિકૂળતાનો ભય રહે. કે પરલોકસંબંધી આકાંક્ષા રહે તે જીવ
પરમાત્મતત્ત્વના ધ્યાનમાં રહી શકતો નથી. અરે, મોક્ષસુખની ઈચ્છા તે પણ લોભ છે, તે પણ દોષ અને
આસ્રવ છે, ને તેટલો લોભ પણ મોક્ષસુખને રોકનાર છે. માટે ભાવલિંગી મુનિવરો તો નિર્લોભ થઈને
પરમાત્મતત્ત્વને ધ્યાવે છે, તેમાં પરમ આનંદરસનો જ પ્રવાહ વહે છે.
સારું–એવો પણ લોભ નથી, નિર્લોભ એવા પરમાત્મતત્ત્વને તેણે જાણ્યું છે. સર્વ પ્રકારના લોભરહિત
થઈને પરમાત્મતત્ત્વના ધ્યાનમાં લીનતાથી મોક્ષ થાય છે. મોક્ષપ્રાપ્તિ નો લોભ પણ મોક્ષને અટકાવે છે,
તો બીજા લૌકિક પદાર્થના કે રાગના લોભની તો શી વાત? અરે જીવ! આવા વીતરાગભાવરૂપ
આરાધના તે મોક્ષનું કારણ છે.
પરિષહ આવે તોપણ આત્મધ્યાનથી ડગે નહિ–એવી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની દ્રઢ આધારના
વડે આત્માને ધ્યાવતાં ધ્યાવતાં તેઓ મોક્ષપદને સાધે છે, પરમાત્મપદને પામે છે. આવા આરાધક
જીવોનું સ્વરૂપ બતાવીને આચાર્યદેવ ભવ્ય જીવોને આવી આરાધનામાં જોડે છે. આરાધકજીવોનું
વર્ણન સાંભળતાં આરાધના પ્રત્યે ઉત્સાહ અને ભક્તિ જાગે છે. આ રત્નત્રયની આરાધના તે સર્વ
ઉપદેશના સારભૂત છે.
આચાર્યદેવ ચારિત્રનું સ્વરૂપ સ્પષ્ટ દર્શાવતાં કહે છે કે ચારિત્ર તે આત્માનો સ્વધર્મ છે, અને તે
આત્માનો સ્વભાવ જ છે; રાગ–રોષરહિત જીવના અનન્ય પરિણામ તે જ ચારિત્રધર્મ છે. તેમાં
પરમ સામ્યભાવ છે, ક્યાંય ઈષ્ટ–અનિષ્ટબુદ્ધિ નથી. અહા, બધાય જીવો જ્ઞાનમય સિદ્ધસમાન છે,
વસ્તુદ્રષ્ટિએ જીવ અને જિનવરમાં કાંઈ ફેર નથી. જિનવર તે જીવ, ને જીવ તે જિનવર; આવી
દ્રષ્ટિ તો ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દ્રષ્ટિને પણ હોય છે, તે ઉપરાંત મુનિઓ તો ધ્યાનમાં એવા
લીન થયા છે કે વીતરાગપરિણામરૂપ સ્વધર્મ પ્રગટ્યો છે. પરિણતિમાં રાગ–દ્વેષ રહ્યા નથી, આનું
નામ ચારિત્રધર્મ છે. ચારિત્ર એ કોઈ બહારની વસ્તુ કે બહારની ક્રિયા નથી, એ તો જીવના
અનન્ય વીતરાગપરિણામ છે, તેમાં પરમ શાંતિ–નિરાકૂળતા છે. અહા, આવી ચારિત્રદશામાં
ઝૂલતા સંત મોક્ષને સાધે છે. પરમાત્મા હો કે પરમાણુ હો, કોઈ વંદન કરતો હોય કે કોઈ નિંદા
કરતો હોય–સર્વત્ર સમભાવપૂર્વક આત્મસ્વરૂપમાં એકાગ્રતા રહેવી–તેનું નામ ચારિત્ર છે. જુઓ,
આ જીવનો સ્વધર્મ! જેમ જ્ઞાન તે જીવનો સ્વધર્મ છે તેમ આવું ચારિત્ર તે જીવનો સ્વધર્મ છે, તે
જીવથી ભિન્ન નથી. જેમ જ્ઞાનદર્શન તે આત્માથી જુદું નથી. દેહમાં ચારિત્ર નથી, રાગમાં પણ
ચારિત્ર નથી. રાગ તો આત્માના સ્વભાવથી જુદા પરિણામ છે, સિદ્ધદશામાં તે રાગ નીકળી જાય
છે, પણ ચારિત્ર તો રહે છે, સ્વરૂપમાં સ્થિતિરૂપ તે ચારિત્ર