Atmadharma magazine - Ank 239
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 61

background image
: ૨ : આત્મધર્મ: ૨૩૯
પ્રયાણ કરી રહ્યા છે તે જીવનધ્યેયમાં ગુરુદેવના ઉપદેશના પ્રતાપે સંતોની છાયામાં તેઓ શીઘ્ર સફળ
થાઓ–એમ ઈચ્છીએ છીએ.
આજે પૂ. ગુરુદેવના મહાન પ્રતાપે જિનશાસનનો પ્રભાવ દિનપ્રતિદિન વધતો જાય છે...
અવનવા પ્રભાવનાના પ્રસંગો બનતા જાય છે... અને ગુરુદેવના અધ્યાત્મરસપોષક ઉપદેશથી પ્રભાવિત
થઈને અનેક જીવો સંત કેરી શીતલ છાંયડી માં આત્મહિતનો ઉદ્યમ કરી રહ્યા છે. એવા જ ઉદે્શપૂર્વક
એક સાથે આઠ–આઠ કુમારિકા બહેનોના આજીવન–બ્રહ્મચર્યના પ્રસંગો બની રહ્યા છે. આજીવન
બ્રહ્મચારી રહેવા ઉપરાંત જે ઉદે્શથી ને જે લક્ષથી આ કરવામાં આવે છે તે ઉદે્શની ને તે લક્ષની ખાસ
મહત્તા છે, અને તેમાંય જ્ઞાનીઓના સત્સંગના સાક્ષાત્ યોગમાં રહીને આ બધુંય થાય છે–તે સૌથી મોટી
વિશેષતા છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞાના આગલા દિવસથી જ દીક્ષામહોત્સવ જેવું ઉલ્લાસકારી વાતાવરણ નજરે
પડતું હતું. બધા બહેનોના કુટુંબીજનો આ પ્રસંગે સોનગઢ આવ્યા હતા; ઠેરઠેર મંડપ બંધાયા હતા
ને સૌ ભાદરવા સુદ એકમની રાહ જોતા હતા. એકમની સવારમાં જિનમંદિરમાં બ્ર. બહેનો સહિત
સમૂહપૂજન થયું... ત્યારબાદ આજના પ્રસંગ નિમિત્તે શાસ્ત્રજીની રથયાત્રા નીકળી જેમાં બધા
બહેનો હાથમાં શાસ્ત્ર લઈને ફર્યા હતા. રથયાત્રા પ્રવચનમંડપમાં આવી હતી ને ગુરુદેવના પ્રવચન
પછી બ્રહ્મચર્યદીક્ષાની વિધિ થઈ હતી. પ્રતિજ્ઞા લેવા માટે એક સાથે આઠ વીરબાળાઓ જ્યારે
ગુરુદેવ સમક્ષ ઊભી થઈ તે વખતનું દ્રશ્ય વૈરાગ્યપ્રેરક હતું. બધી બહેનોના વડીલોની
અનુમતિપૂર્વક ગુરુદેવે બ્રહ્મચર્યની દીક્ષા આપતાં કહ્યું કે “આજે આ આઠ દીકરીઓ બ્રહ્મચર્ય લ્યે
છે તે સારૂં કામ કરે છે. કુલ ૩૭ બહેનો થયા છે. ૧૪ વર્ષ પહેલાં છ બહેનો થયા હતા, પછી સાત
વર્ષ પહેલાં ૧૪ બહેનો થયા હતા, વચ્ચે બીજા કેટલાક બહેનોએ બંધી લીધી હતી, ને આજે આ ૮
બહેનો વધે છે. આમ ૧૪ વર્ષમાં ૩૭ બહેનો બાળ બ્રહ્મચારી થાય છે. આ બધું આ બે બહેનોનો
(બેનશ્રીબેનનો) જોગ છે તેને લઈને છે. બધાયના માતાપિતાની ને વડીલોની સંમતિપૂર્વક આ
બ્રહ્મચર્ય દેવાય છે.” – આમ કહીને સભાના હર્ષ વચ્ચે ગુરુદેવે આઠ કુમારિકા બહેનોને
બ્રહ્મચર્યપ્રતિજ્ઞા કરાવી હતી.
ભારતના ઈતિહાસમાં વિરલ એવી બ્રહ્મચર્યદીક્ષાના આવા પ્રસંગો ગુરુદેવના પ્રતાપે
અવાર–નવાર બન્યા કરે છે. વિષયકષાયોથી ભરેલા અત્યારના હડહડતા વાતાવરણમાં આવા
પ્રસંગો સંસારને ચુનોતી આપે છે કે અરે જીવો! સુખ વિષયકષાયોમાં નથી, સુખ તો
અધ્યાત્મજીવનમાં છે... સુખને માટે વિષયોને ઠોકર મારીને, સંતની છાયામાં જઈ
અધ્યાત્મસાધનામાં જીવનને જોડો.
આ બધા બહેનોએ આત્મહિતને માટે જીવનસમર્પણ કરવાનું જે સાહસ પ્રાપ્ત કર્યું છે તેમાં,
પરમપૂજ્ય ગુરુદેવના આત્મસ્પર્શી ઉપદેશનો તો મુખ્ય પ્રભાવ છે જ, તે ઉપરાંત એવું જ મહત્વનું
એક બીજું પણ કારણ છે, અને તે છે–પૂ. બે બહેનોની શીતલછાયા ને વાત્સલ્યભરી હૂંફ! પરમપૂજ્ય
બેનશ્રી ચંપાબેન તથા પરમપુજ્ય બેન શાંતાબેન–એ બંને બહેનોનું ધર્મ રંગથી રંગાયેલું સહજ જીવન
તો નજરે જોવાથી જ જિજ્ઞાસુને ખ્યાલમાં આવી શકે. એ બંને