Atmadharma magazine - Ank 240
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 25

background image
આસો: ૨૪૮૯ : ૯ :
સમ્યક્ત્વના
ઉપાયસૂચક
પ્રશ્નોત્તર
(શ્રી પ્રવચનસાર ગા. ૮૦ ના પ્રવચનોમાંથી)
પ્રશ્ન:– જીવે અનાદિકાળથી શું પ્રાપ્ત નથી કર્યું?
ઉત્તર:– જીવે અનાદિકાળથી સમ્યગ્દર્શન પ્રાપ્ત નથીં કર્યું.
પ્રશ્ન:– તે સમ્યગ્દર્શન કેમ થાય?
ઉત્તર:– અરિહંત ભગવાન જેવા પોતાના શુદ્ધ આત્માને જાણવાથી સમ્યગ્દર્શન થાય છે.
પ્રશ્ન:– આત્માને જાણે તો જ અરિહંતને યથાર્થપણે જાણે–એમ ન કહેતાં, ‘અરિહંતને જે જાણે તે
પોતાના આત્માને જાણે’ એમ કેમ કહ્યું?
ઉત્તર:– વાસ્તવિક નિશ્ચયથી તો એમ જ છે કે જે પોતાના આત્માને જાણે છે તે જ અરિહંત–સિદ્ધ
વગેરેને યથાર્થપણે જાણે છે; પરંતુ અહીં આત્માને જાણવાના પ્રયત્નમાં જે જીવ વર્તી રહ્યો છે એવા
જીવને પ્રાથમિક ભૂમિકામાં વિકલ્પ વખતે કેવું ધ્યેય હોય છે તે બતાવ્યું છે; અને એ રીતે પહેલાં ધ્યેયનો
નિર્ણય કરીને પછી અંતર્મુખ થઈને પોતાના આત્માને તેવો જ જાણે છે, એનું નામ સમ્યગ્દર્શન છે. આ
રીતે સમ્યગ્દર્શનના પ્રાથમિક અભ્યાસવાળા જીવની વાતહોવાથી, અને તે જીવ અરિહંતના દ્રવ્ય–ગુણ–
પર્યાયને લક્ષમાં લઈને તેના દ્વારા પોતાના આત્માનો નિશ્ચય કરે છે તેથી, એમ કહ્યું કે ‘જે જીવ
અરિહંતને જાણે છે તે પોતાના આત્માને જાણે છે.’
પ્રશ્ન:– અરિહંતને જાણ્યા વગર આત્મા જાણી શકાય કે નહીં?
ઉત્તર:– ના; ભગવાન અરિહંતદેવ સર્વજ્ઞ છે, તે સર્વજ્ઞના નિર્ણય વગર જ્ઞાનસ્વભાવી આત્માનો
નિર્ણય થઈ શકતો નથી.
પ્રશ્ન:– અરિહંતદેવ તો પર છે, તેનું આપણે શું કામ છે?
ઉત્તર:– અરિહંતદેવ પર છે–એ વાત સાચી, પણ આત્માની પૂર્ણદશા તેમને પ્રગટી ગઈ છે એટલે
તેમનું જ્ઞાન થતાં આ આત્માના પૂર્ણસ્વભાવનું પણ જ્ઞાન થાય છે, કેમકે નિશ્ચયથી જેવો અરિહંતનો
આત્મા છે તેવો જ આ આત્મા છે, તેમાં કાંઈ ફેર નથી. અરિહંતનો નિર્ણય કાંઈ અરિહંતને માટે નથી
કરવો, પણ પોતાના ધ્યેયનો નિર્ણય કરવા જતાં તેમાં અરિ–