Atmadharma magazine - Ank 240
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 25

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૪૦
હંતના સ્વરૂપનો નિર્ણય આવી જાય છે. જેને અરિહંતના સ્વરૂપનો નિર્ણય નથી તેને ખરેખર પોતાના
ધ્યેયનો જ નિર્ણય નથી, પોતાના આત્માનો જ નિર્ણય નથી; એટલે તે તો મિથ્યાદ્રષ્ટિ જ છે.
પ્રશ્ન:– અરિહંતને જાણતાં આત્માનું જ્ઞાન કઈ રીતે થાય છે?
ઉત્તર:– સમ્યક્ત્વ સન્મુખી જીવને પહેલાં એવી વિચારણા જાગે છે કે આત્માની પૂર્ણ જ્ઞાન–
આનંદદશાને પામેલો જીવ કેવો હોય? એટલે વિચારદશાથી તે અરિહંતદેવનું સ્વરૂપ ઓળખે છે; તે
સ્વરૂપ ઓળખતાં જ તેને કુદેવાદિનું સેવન તો છૂટી ગયું છે, જ્ઞાન–આનંદસ્વરૂપથી વિપરીત એવા
રાગાદિ ભાવોમાં આદરબુદ્ધિ છૂટીને, સ્વરૂપમાં આદરબુદ્ધિ થઈ છે. અને એ રીતે જ્ઞાનાનંદ સ્વરૂપની
આદરબુદ્ધિના જોરે વિકલ્પભૂમિકાથી જુદો પડીને, અતીન્દ્રિય સ્વભાવની સન્મુખતાથી પોતાના
આત્માને જાણે છે. આ રીતે અંતર્મુખ થઈને જેણે આત્માને જાણ્યો તેણે જ સર્વજ્ઞની ખરી સ્તુતિ કરી,
એટલે તેણે જ કેવળીભગવાનને ખરેખર ઓળખ્યા. (જુઓ, સમયસાર ગા. ૩૧) અરિહંતના
સ્વરૂપની વિચારધારાવડે નિજ સ્વરૂપનો નિર્ણય કરીને જે અંતર્મુખ સ્વરૂપમાં ઝૂકી ગયો તેને આત્માનું
જ્ઞાન થયું. –આ રીતે અરિહંતને જાણતાં, આત્માનું જ્ઞાન થાય છે.
પ્રશ્ન:– સમ્યગ્દ્રષ્ટિ દેડકાંને અરિહંતનો નિર્ણય કઈ રીતે હોય છે?
ઉત્તર:– સમ્યગ્દ્રષ્ટિ દેડકાંને પણ અરિહંતના સ્વરૂપનો નિર્ણય જરૂર થઈ ગયો છે; ‘અરિહંત’
એવા ચાર અક્ષરનું જ્ઞાન કે ભાષા તેને ભલે ન હો, પણ પોતાના અંર્તવેદનમાં અરિહંતના સ્વરૂપનો
નિર્ણય પણ તેને આવી જ ગયો છે. હું જ્ઞાન છું, રાગ કે દેહ હું નથી; અંતરમાં આનંદનું વેદન થાય છે તે
ઉપાદેય છે, રાગનું વેદન તે હેય છે–આમ જ્યાં પોતાના વેદનથી નક્કી કર્યું ત્યાં તે દેડકાને એમ પણ
નક્કી થઈ ગયું કે આવા જ્ઞાન ને આનંદની પૂર્ણદશા ખીલી જાય તે જ મારે ઉપાદેય છે; અરિહંતના
સ્વરૂપથી વિપરીત એવા રાગાદિ મારે ઉપાદેય નથી. આ રીતે અરિહંતનું સ્વરૂપ જેવું છે તેવું તેના
અભિપ્રાયમાં આવી ગયું છે, ને તેનાથી વિપરીત અભિપ્રાયનો તેનેઅભાવ છે.
પ્રશ્ન:– અરિહંતના નિર્ણયમાં ‘તત્ત્વાર્થશ્રદ્ધાન’ કઈ રીતે આવી જાય છે?
ઉત્તર:– અરિહંતભગવાનને પૂર્ણ જ્ઞાન–આનંદ પ્રગટી ગયા છે, રાગાદિ સર્વથા છૂટી ગયા છે;
પહેલાં તેમને પણ રાગાદિ હતા, પણ પછી ભેદજ્ઞાન વડે શુદ્ધ આત્માને જ ઉપાદેય જાણીને, અને
રાગાદિને હેય સમજીને, સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રવડે તેમણે અરિહંતપંદને સાધ્યું; જેણે અરિહંતના
આવા સ્વરૂપનો નિર્ણય કર્યો તેની શ્રદ્ધામાં એમ પણ આવી ગયું કે મારો જીવસ્વભાવ અરિહંત
ભગવાન જેવો છે, તેમને જે પૂર્ણ જ્ઞાનાનંદ દશા પ્રગટી તે જ મારે ઉપાદેય છે એટલે કે મોક્ષતત્ત્વ
ઉપાદેય છે; તેમને જે રાગાદિ છૂટી ગયા તે મારે પણ છોડવા જેવા છે એટલે આસ્રવ–બંધતત્ત્વો હેય છે;
મોક્ષ દશા પ્રગટ કરવાનો ને આસ્રવ–બંધના નાશનો ઉપાય સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર છે તે મારે કરવા
જેવા છે એટલે કે સંવર–નિર્જરા કરવા જેવા છે;–આ પ્રમાણે અરિહંતના નિર્ણયમાં તત્ત્વાર્થશ્રદ્ધાન પણ
સમાયેલું જ છે.
પ્રશ્ન:– પહેલાં આત્માને જાણવો, કે પહેલાં અરિહંતને જાણવા?
ઉત્તર:– બેમાંથી એકનું યથાર્થ જ્ઞાન કરવા જતાં બીજાનું જ્ઞાન પણ થઈ જ જાય છે, કેમકે
પરમાર્થે આત્મા અને અરિહંતના સ્વરૂપમાં કાંઈ ફેરફાર નથી. આત્માનું સ્વરૂપ ન જાણનાર અરિહંતના
સ્વરૂપને પણ નથી જાણતો, અને અરિહંતના વાસ્તવિક સ્વરૂપને