Atmadharma magazine - Ank 240
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 25

background image
આસો: ૨૪૮૯ : ૧૩ :
ભગવાન અર્હંતોનું ફરમાન છે કે–
જ્ઞાન જ મોક્ષનું કારણ છે...
રાગ તો બંધનું જ કારણ છે

આચાર્યભગવાન કહે છે કે અરે જીવો! જે જીવ વૈરાગ્યપરિણત છે તે જ કર્મબંધનથી છૂટે
છે; અને રાગી જીવ કર્મોથી બંધાય છે, –આવો જિનભગવાનનો ઉપદેશ છે, માટે તમને કર્મમાં ન
રાચો; શુભરાગની પ્રીતિ ન કરો; શુભરાગને ધર્મનું કે મોક્ષનું સાધન ન માનો. ધર્માત્માઓને
શુભરાગ પ્રત્યે પણ વૈરાગ્ય છે. વૈરાગ્ય એ જ ધર્મીની સંપત્તિ છે. શુભરાગને પણ ધર્મીજીવ
પોતાની સંપત્તિ માનતા નથી. રાગની જેને રુચિ છે, રાગને જે ધર્મનું સાધન માને છે તે જીવ
રાગના કર્તૃત્વમાં અટકેલો છે, તેને વૈરાગ્યનો કણ પણ જાગ્યો નથી. રાગનો કર્તા થાય તેને
વૈરાગી કેમ કહેવાય? રાગનો કર્તા થાય તેને વૈરાગી કેમ કહેવાય? રાગનો કર્તા થાય તે તો
સંસારની પ્રીતિવાળો છે ને તે ભવમાં ભટકવાનાં કર્મો બાંધે છે. સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ચૈતન્યને અને
રાગને અત્યંત ભિન્ન જાણતા થકા જ્ઞાનના રસિયા છે ને રાગપ્રત્યે વિરક્ત છે, તેને જ સાચો
વૈરાગ્ય છે. આખા સંસારના કારણરૂપ રાગપ્રત્યે તેને વૈરાગ્ય વર્તે છે. અજ્ઞાની જીવ રાજપાટ
છોડી, દ્રવ્યલિંગી સાધુ થઈને પંચમહાવ્રત પાળતો હોય પણ તેના અભિપ્રાયમાં શુભવૃત્તિના
અવલંબનથી લાભ થવાની બુદ્ધિ પડી છે, તો તેને જરાપણ વૈરાગ્ય કહેતા નથી. અનંતસંસારના
કારણરૂપ અનંતાનુબંધીરાગને તે સેવી રહ્યો છે, ક્ષણેક્ષણે અનંતાકર્મોને બાંધી રહ્યો છે. ધર્માત્મા
ગૃહસ્થ ઘરબાર વેપાર ધંધા વચ્ચે રહેલા હોય, અને શુભઅશુભભાવ પણ વર્તતો હોય છતાં તેનું
જ્ઞાન તે સંયોગથી ને તે રાગથી તદ્ન વિરકત છે, તેથી તે ધર્માત્મા ગૃહસ્થપણામાં રહ્યાં છતાં પણ
વૈરાગી છે, ને ક્ષણે ક્ષણે અનંતા કર્મોથી છૂટકારો પામે છે, તેથી કહે છે કે–
જીવ રક્ત બાંધે કર્મને, વૈરાગ્યપ્રાપ્ત સુકાય છે,
એ જિનતણો ઉપદેશ તેથી ન રાચ તું કર્મો વિષે. (૧પ૦)
જુઓ, આ ભગવાનના ઉપદેશનું ફરમાન! ભગવાનનો ઉપદેશ સાક્ષાત્ સાંભળીને શ્રી
આચાર્યદેવ કહે છે કે હે ભવ્ય! રાગથી રંગાયેલો જીવ તો કર્મને બાંધે જ છે, શુભરાગથી પણ કર્મ
બાંધીને જીવ સંસારમાં જ રખડે છે, અને વિરક્ત જીવ કર્મોથી છૂટે છે–આવું ભગવાનનું વચન છે, તે
જાણીને તું, રાગમાં ન રાચ! કર્મનાં કારણોથી પ્રીતિ છોડ. રાગનો એક કણ પણ જીવને હિતરૂપ નથી,
તે આદરણીય નથી પણ ઉપેક્ષણીય છે, એમ સમજ. રાગ તે બંધભાવ જ છે, ને સમ્યગ્દર્શનાદિ
વીતરાગભાવ તે જ અબંધભાવ છે, બંધભાવને અને અબંધભાવને જરાય એકપણું નથી, શુભરાગ
જરાપણ–કિંચિત્માત્ર મોક્ષનું કારણ થાય? – તો કહે છે કે ના; તે બંધનું જ કારણ થાય ને મોક્ષનું
કારણ ન થાય–એવો અનેકાન્ત છે. ધર્માત્માની ભૂમિકામાં વર્તતો શુભરાગ પણ બંધનું જકારણ છે,
મોક્ષનું કારણ તો રાગથી જૂદું પરિ–