Atmadharma magazine - Ank 240a
(Year 20 - Vir Nirvana Samvat 2489, A.D. 1963).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 22

background image
: ૧૦ : આત્મધર્મ: ૨૪૦A
ભાવશ્રમણ થઈ ધર્મ–શુક્લધ્યાનવડે તું કર્મનો સર્વથા નાશ કર. અનાદિકર્મની પરંપરા ચૈતન્યના
ધ્યાનવડે છેદાઈ જાય છે. સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધિ તે જ દુઃખના છેદનો અને સુખની પ્રાપ્તિનો ઉપાય છે.
આ જગતમાં જેણે સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધિ પ્રગટ કરી છે એવા જીવો જ સુખની પરંપરાને પામે
છે. અને જેઓ ભાવશુદ્ધિથી રહિત છે એવા દ્રવ્યશ્રમણો તો દુઃખને જ પામે છે. આ રીતે ભાવના ગુણ–
દોષને જાણીને હે ભવ્ય! તું શુદ્ધભાવથી સંયુક્ત થા! સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવરૂપ ગુણ વગર સંયમાદિ
બધું નિષ્ફળ છે. રાગથી જેની જાત જ જુદી છે–એવા સમ્યક્ત્વાદિ ભાવશુદ્ધિથી જ સિદ્ધિ થાય છે.
હે જીવ! તું સમ્યગ્દર્શનાદિ શુદ્ધભાવના ગુણોને જાણ, અને મિથ્યાત્વાદિ અશુદ્ધભાવોના દોષને
જાણ એ બંનેને જાણીને તારા શ્રેયના કારણરૂપ એવા શુદ્ધભાવની તું આરાધના કર. સમ્યગ્દર્શન તો
ગુણોની ખાણ છે, ને મિથ્યાત્વ તે તો સર્વદોષનું મૂળ છે. સમ્યગ્દર્શન તે જિનભાવના છે; સંસારને
છેદવાની તેનામાં તાકાત છે. મિથ્યાદર્શન સહિત જીવ ગમે તેટલું કરે તોપણ સંસારને છેદી શકતો નથી
ને દુઃખ જ પામે છે. માટે હે જીવ! સંસારદુઃખોથી છૂટવા તું મિથ્યાત્વને છેદીને ભાવશુદ્ધિ પ્રગટ કર.
ભાવશુદ્ધિ તે જ સર્વ ઉપદેશનો સંક્ષિપ્ત સાર છે. ભાવશુદ્ધિનો મહિમા અમે તને સમજાવ્યો તે સમજીને તું
સમ્યગ્દર્શનભાવ સહિત થા... સમ્યગ્જ્ઞાન સહિત થા... સમ્યક્ચારિત્ર સહિત થા. આવી ભાવશુદ્ધિ તે
મોક્ષનો પંથ છે ને સર્વ ઉપદેશનો સાર છે.
તીર્થંકરપદગણધરપદ વગેરે મહાન પદવી ભાવશુદ્ધિવંત સમકિતી જ પામે છે.
ભગવાન જિનવરે સંક્ષેપથી એમ કહ્યું છે કે સમ્યગ્દર્શનાદિ ભાવશુદ્ધિ સહિત જીવ મહાપુણ્યના
અભ્યુદયપૂર્વક તીર્થંકર, ગણધર, ચક્રવર્તી, તીર્થંકરના પુત્ર વગેરે થાય છે... ગણધર તે સર્વજ્ઞપુત્ર છે.
ધવલામાં ગૌતમગણધરને “સર્વજ્ઞપુત્ર” કહ્યા છે. આવી મહાપવિત્ર પદવી કોણ પામે? કે જે જીવ
સમ્યગ્દર્શનની આરાધના સહિત હોય તે જ એવા. તીર્થંકરપદ, ગણધરપદ, ચક્રવર્તીપદ, બળદેવપદ વગેરે
અભ્યુદયને પામે છે. ભાવશુદ્ધિ વગર એવી પદવી હોતી નથી.
સમ્યગ્દર્શનની શુદ્ધિ વગર કોઈને કિંચિત્ ધર્મ થતો નથી. જ્ઞાયક ચિદાનંદસ્વભાવને જેણે
નિર્વિકલ્પ પ્રતીતમાં લીધો છે તેને વચ્ચે આરાધકભાવસહિતના પુણ્યથી તીર્થંકરપદવી વગેરે મળે છે.
ધર્માત્મા આરાધકને અશુભઆયુ બંધાતું નથી, અશુભ વખતે તેને નવા ભવનું આયુષ્ય ન બંધાય.
અજ્ઞાનીને ભાવ શુદ્ધિ પણ નથી અને તેને ઉત્તમપુણ્ય પણ બંધાતા નથી. અહો, તીર્થંકર, ગણધર વગેરે
ઉત્તમ પદવી તે ભાવશુદ્ધિનો જ પ્રતાપ છે.
ભાવશુદ્ધિવંત સંતો પ્રત્યે પ્રમોદ અને નમસ્કાર
આચાર્યદેવ પ્રમોદથી કહે છે કે અહા, આવી ભાવશુદ્ધિના ધારક મુનિવરો ધન્ય છે... તેમને
નમસ્કાર હો.
ते धन्यः तेभ्यः नमः दर्शनज्ञानचरण शुद्धेभ्यः।
भावसहितेभ्यः नित्यं त्रिविधेन प्रणष्टमायेभ्यः।।१२९।।
અહા, શ્રેષ્ઠ સમ્યગ્દર્શનથી, વિશુદ્ધજ્ઞાનથી ને નિર્દોષ ચારિત્રથી જે શુદ્ધ છે, અને જેમને માયાચાર
નષ્ટ થયો છે, એવા શુદ્ધભાવ સહિત શ્રમણો ધન્ય છે, નિત્ય ત્રિવિધે તેમને નમસ્કાર હો. અહા, આવા
ભાવશુદ્ધિધારક સંતો તે ધર્મના સ્તંભ છે, તે મોક્ષના પંથી છે... તે પ્રશંસનીય છે, તે આદરણીય છે. અહીં
કુંદકુંદાચાર્ય જેવા કહે છે કે તેમના પ્રત્યે અમારા ત્રિવિધ નમસ્કાર હો.
જેમ ઉત્કૃષ્ટ મુનિને ધન્ય કહ્યા, તેમ સમ્યગ્દર્શનરૂપ ભાવશુદ્ધિને ધારણ કરનારા સમ્યગ્દ્રષ્ટિ