Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 42

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૭ઃ
ઉપશમભાવની છાયા પથરાયેલી હોય. વિધવિધ રંગના પુષ્પોથી શોભતી વનરાજી
પણ, જાણે રત્નત્રયનાં ફળ આપવાની તૈયારી કરતી હોય–તેમ બહુ સુશોભિત અને
પ્રફૂલ્લ છે. આવા પ્રસન્ન અને પ્રશાંત વાતાવરણમાં અનંતા સાધકોની
સાધનાભૂમિને નીહાળતાં યાત્રિકનું હૃદય પણ પ્રસન્ન અને પ્રશાંત થઈને સાધનાના
વિચારોના હિલોળે ચડે છે. સિદ્ધિધામની છાયામાં આવ્યા એટલે તો બસ! જાણે
સિદ્ધભગવંતોની નજીક આવ્યા....ને હવે અનંત સિદ્ધોની વસ્તીમાં જવાની તૈયારી
થઈ. અહા, આવો સમ્મેદશિખરજીની આસપાસનો વૈભવ જોતાં શિખરજી તીર્થનો
ખૂબ–ખૂબ મહિમા આવતો હતો. શિખરજી એટલે જાણે સિદ્ધભગવાન અને આ બધા
આસપાસના નાના પહાડો તે જાણે કે સિદ્ધિના સાધક મુનિવરો; સિદ્ધભગવાનની
આસપાસ જાણે કે મુનિઓના ટોળાં વીંટાઈને બેઠા હોય! એમ શિખરજી પર્વતની
આસપાસ અનેક નાના પર્વતો વીંટાયેલા છે; અને જેમ સાધક જીવો
સિદ્ધભગવાનની મહત્તાને પ્રસિદ્ધ કરે, તેમ એ નાના પર્વતો મોટા શિખરજી ધામની
મહત્તાને પ્રસિદ્ધ કરી રહ્યા છે. અને સૌથી ઊંચી સુવર્ણભદ્ર ટૂંક તો જાણે પોકાર કરી
રહી છે કે ‘આવો....રે....આવો....આ રહ્યું ભારતનું શાશ્વત સિદ્ધિધામ! એને
નિહાળીને શિખરજીધામને ભેટવાની ખૂબ તાલાવેલી જાગે છે. જેમ મુનિની પરિણતિ
મોક્ષ તરફ દોડે તેમ ‘કલ્યાણવર્ષિણી’ મોક્ષધામ તરફ દોડી રહી છે, અને શિખરજીને
નજરે દેખ્યા પછી તો તે એવી દોડી....એવી દોડી....કે જેવી ક્ષપકશ્રેણીમાં મુનિની
પરિણતિ કેવળજ્ઞાન તરફ દોડે. જેમ જેમ નજીકથી સિદ્ધિધામનાં સ્પષ્ટ દર્શન થાય છે
તેમ તેમ ગુરુદેવનું હૃદય આનંદથી ઊછળે છે. બોલ્યા વગર પણ તેમની મુદ્રામાંથી
પ્રસન્નતાના એવા ભાવો ઊઠે છે કે અહા મારા વહાલા નાથનો આજે ભેટો
થયો....ધન્ય ઘડી! ધન્ય જીવન!
(“મંગલ તીર્થયાત્રા” પુસ્તકનું એક પ્રકરણઃ પૃ. ૩૦૬–૩૦૮)
* * *
આરાધક ધર્માત્માના દર્શનથી મુમુક્ષુના હૃદયમાં જેવી આનંદની ઉર્મિ
જાગે છે તેવી કોઈ પણ પદાર્થમાં જાગતી નથી.
ધર્મીને જોતાં એમ થાય કે વાહ! ધન્ય ધન્ય તારો અવતાર!
અતીન્દ્રિય આત્માને તેં સ્વાનુભવમાં લીધો છે....અહો, પરમેશ્વરના માર્ગમાં
તમે ભળ્‌યા છો.