આત્માની શાંતિ પ્રાપ્ત થતી નથી યથાર્થ આત્મા તેના વડે અનુભવાતો નથી. માટે
ઇન્દ્રિયજ્ઞાનને આત્મા કહેવો તે યથાર્થ આત્મા નથી, તે વ્યવહાર આત્મા છે. પરમાર્થ
આત્મા તેને કહેવાય કે જે અતીન્દ્રિયજ્ઞાનવડે જાણે. અતીન્દ્રિય આત્મા અનુભવમાં
આવે તે સમ્યગ્દર્શનનો વિષય છે. દેહાદિની ક્રિયા તો દૂર રહી, રાગાદિ પણ બહાર
રહ્યા, ને પર તરફ ઝૂકતું જ્ઞાન તે પણ ખરેખર આત્માનું પરમાર્થસ્વરૂપ નથી.
ઇન્દ્રિયજ્ઞાન જેટલો જ આત્મા લક્ષમાં લ્યે તો આત્માનું ખરું લક્ષણ ઓળખાતું નથી.
અનંતગુણધામ ભગવાન આત્મા પરિપૂર્ણ છે તે જ ખરૂં સ્વજ્ઞેય છે, એવા સ્વજ્ઞેયની
પ્રતીત તે સમ્યક્ત્વ છે. ઇન્દ્રિયના અવલંબને વિચારધારાથી ક્ષયોપશમ થયો–તે જ્ઞાનને
આત્મા કહેતા નથી. એનાથી તો પુણ્યબંધ થઈને સ્વર્ગની ગતિ મળે. આત્માનો
સ્વભાવ તેને ન કહેવાય. આત્માના સ્વભાવથી પુણ્ય ન બંધાય; આત્માના સ્વભાવથી
સંસારની કોઈ ગતિ ન મળે.
આત્મા માને છે, તે અતીન્દ્રિય આત્માને નથી જાણતો. મારો આત્મા ઇન્દ્રિયાતીત છે–
એમ પોતાની જેને ખબર નથી તેને બીજા જ્ઞાની વગેરેની પણ ખબર પડે નહિ.
સ્વસંવેદનથી પોતાના અતીન્દ્રિય આત્માને જાણે તેને બીજાની (ભગવાનની કે
જ્ઞાનીની) ખબર પડે. ગમે તેટલા શાસ્ત્રો ભણ્યો પણ જેણે નિશ્ચયઆત્મા ન જાણ્યો,
અતીન્દ્રિય આત્મા ન જાણ્યો, તેનું બધું જાણપણું આત્માના હિતને માટે કામ આવતું
નથી. ભલે શાસ્ત્રભણતર થોડું હોય