પણ મૂળ વસ્તુને જો અતીન્દ્રિય સ્વસંવેદનથી પકડે તો તેમાં બધાય શાસ્ત્રોનો સાર
આવી જાય છે. નિરપેક્ષ જ્ઞાનવાળો આત્મા છે, તેને ઇન્દ્રિયોની અપેક્ષા નથી, મનની
અપેક્ષા નથી, રાગની અપેક્ષા નથી. પ્રભો! તારું જ્ઞાન તે પરની ઓશીયાળવાળું હોય?
શું તારો આત્મા પંગુ છે કે તેના જ્ઞાનને પરની ઓશીયાળ હોય? નહિ;
સ્વાધીનજ્ઞાનસ્વભાવવાળો આત્મા છે, તેના જ્ઞાનને પરની ઓશીયાળ નથી; પરનું
અવલંબન તે શરમ છે, તેમ જ્ઞાનમૂર્તિ આત્માને જ્ઞાન કરવા માટે જડનો ટેકો લેવો પડે
તે શરમ છે. સ્વભાવનું ધામ છે તેને પરાવલંબનનું કામ નથી. ચૈતન્યધામ આત્મા, તેમાં
વળી પરનું અવલંબન શું? જે પોતે જ જ્ઞાન છે તે અતીન્દ્રિયપણે જાણવાના
સામર્થ્યવાળો છે. આવો અતીન્દ્રિયજ્ઞાનસ્વભાવી આત્મા છે. આવા આત્માને લક્ષમાં લ્યે
તો બહારનાં જાણપણાના ગર્વ ઊડી જાય. બહારનો મહિમા છૂટે ત્યારે આ
અતીન્દ્રિયવસ્તુ હાથમાં આવશે. ભાઈ, આત્મારૂપ થઈને આત્માને જો. ઇન્દ્રિયરૂપ થઈને
આત્મા નથી જોવાતો. એકવાર ઇન્દ્રિયાતીત થઈને સ્વસન્મુખ થા....એટલે
અતીન્દ્રિયજ્ઞાનરૂપ થા....અતીન્દ્રિયજ્ઞાનરૂપ થઈને આત્મા જણાય છે. “હું ઇન્દ્રિય વડે
જાણનાર છું” એમ માને તો આત્માનું પરમાર્થસ્વરૂપ ન પકડાય. ‘અતીન્દ્રિયજ્ઞાનવડે હું
જાણનાર છું’ એમ ઓળખે તો પરમાર્થસ્વરૂપ આત્મા જણાય.
પાકયા!! અત્યારે તો એનાં દર્શન પણ દુર્લભ છે. અહો, એ સંત–મહંતના ચરણમાં
ભાવનમસ્કાર છે. વાહ! એની અંતર દશા!! પંચપરમેષ્ઠીમાં જેનું સ્થાન છે.
કુંદકુંદભગવાન આ ભરતક્ષેત્રમાં વિચરતા હશે–એ તો જાણે ચાલતા સિદ્ધ! જેનાં
દર્શનથી મોક્ષતત્ત્વ પ્રતીતમાં આવી જાય. તેમણે કહેલો આ એકજ રસ્તો સંસારથી બહાર
નીકળવાનો છે, બીજો રસ્તો નથી.
જ્ઞાનમાં સાક્ષાત્ વર્તી રહ્યું છે, પણ તેમને કોઈ વિકલ્પ નથી; તેઓ તો નિજાનંદમાં લીન છે.
આત્મા તો આનંદનું મંદિર છે, અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિયઆનંદનું ધામ આત્મા છે.
જણાય એવો છે. આવો આત્મા તે જ આદરણીય છે. વચ્ચે તે વખતે વ્યવહારજ્ઞાન હો
ભલે, પણ તે કાંઈ આદરણીય નથી, આદરણીય તો એક પરમાર્થસ્વભાવ જ છે.