Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 42

background image
ઃ ૧૦ઃ આત્મધર્મઃ ૨૪૧
અતીન્દ્રિય આત્મા કઈ રીતે ગ્રહાય?
શ્રી પ્રવચનસારની ૧૭૨મી ગાથામાં ૨૦ બોલ દ્વારા
અલિંગગ્રાહ્ય આત્માનું અદ્ભુત વિવેચન કર્યું છે. તેના ઉપર પૂ. ગુરુદેવે
ચોથા કાળના વિરલ વૈભવ જેવા જે પ્રવચનો કર્યા તેમાંથી દોહન કરીને
અહીં રજુ કરતાં હર્ષ થાય છે. જો કે આ સંક્ષિપ્ત દોહનમાં બધોય સાર
તો ન જ આવી શકે, છતાં તેનો થોડોક નમુનો પણ જિજ્ઞાસુઓને
આનંદિત કરશે.
પ્રવચનસારમાં જ્ઞેયતત્ત્વોનું વર્ણન કરતાં આચાર્યદેવે એમ બતાવ્યું કે ચૈતન્યમૂર્તિ
આત્મા પુદ્ગલાદિ પરદ્રવ્યોથી તદ્ન જુદો છે, અને તેને તે પુદ્ગલમય શરીરાદિનું
કર્તાપણું હોવામાં સર્વથા વિરોધ છે. એ પ્રમાણે શરીરાદિથી અત્યંત ભિન્નપણું કહ્યું, ત્યારે
જિજ્ઞાસુ શિષ્યને પ્રશ્ન ઊઠયો કે પ્રભો! તો પછી જીવનું પોતાનું અસાધારણ લક્ષણ શું
છે–કે જે સાધનવડે પોતાના આત્માને સર્વ પરદ્રવ્યોથી જુદો અનુભવી શકાય?
ખરેખરા જિજ્ઞાસુ જીવનો આ પ્રશ્ન છે. તેના ઉત્તરમાં આચાર્યદેવે આ ૧૭૨મી
ગાથામાં અલૌકિક રીતે આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે. આચાર્યદેવ કહે છે કે હે શિષ્ય!
આત્માને તું ચેતનાગુણમય અલિંગગ્રહણ જાણ. તે ‘અલિંગગ્રહણ’ના ૨૦ અર્થો કરીને
અમૃતચંદ્રાચાર્યદેવે અદ્ભુત રહસ્યો ખોલ્યાં છે. તેના પહેલા બોલમાં કહે છે કે–આત્મા
અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપ છે; ઇન્દ્રિયો તો પરદ્રવ્ય છે, તેના વડે જાણવાનું કામ આત્મા કરતો
નથી. આત્મા પોતે ઉપયોગસ્વરૂપ છે. અતીન્દ્રિયજ્ઞાનથી જોવાનો તેનો સ્વભાવ છે.
જાણનાર આત્મા શું પરના સ્વભાવથી જાણે? ના. એકલું અતીન્દ્રિયજ્ઞાન એટલે કે
એકલું પર તરફ ઝૂકેલું જ્ઞાન તેને આચાર્યદેવ ‘આત્મા’ કહેતા નથી.