ઃ ૬ઃ આત્મધર્મઃ ૨૪૧
અનુભવાય, તે ઝટ વ્યક્ત નથી થતો પણ ધર્માત્માના હૃદયની ગંભીરતામાં જ સમાઈ રહે છે,
તેમ જીવનમાં શિખરજીના પ્રથમ દર્શને ઉલ્લસતી કોઈ અકથ્ય આનંદની ઉર્મિઓ થોડીવાર
વાણીને બંધ કરી દે છે, ને હૃદયની ગંભીરતામાં જ તે ઉર્મિઓ સમાઈ જાય છે. અહા, કેવું
અદ્ભુત એ દર્શન!
ગુરુદેવ તો પારસનાથ–ટૂંક ઉપર મીટ માંડીને નીહાળી જ રહ્યા; પારસટૂંકના
ધ્યેયે પંથ તો ઝડપભેર કપાતો જતો હતો–જેમ સિદ્ધપદના ધ્યેયે ચિદાનંદસ્વભાવમાં મીટ
માંડતા સાધકનો પંથ ઝડપભેર ખૂટી જાય છે તેમ. માતાને દેખીને જેમ બાળક તેને
ભેટવા દોડે તેમ મોટરો શિખરજીને ભેટવા દોડી રહી છે. હવે ગુરુદેવની મોટર ૧૬ માઈલ
લાંબી ઘાટી ઝાડી વચ્ચેથી પસાર થઈ રહી છે. વનનાં વૃક્ષો પણ અનેરા પ્રકારે ખીલી
ઊઠયા છે, જાણે કે એ વૃક્ષ વનવાસી સાધક સન્તોને તાપથી રક્ષવા માટે મધુરી છાયા
પાથરીને તેમની સેવા કરી રહ્યા છે. રમણીય પહાડો ને ગીચ ઝાડીઓ વચ્ચેથી મોટરો
પસાર થતી ત્યારે ન તો આકાશ દેખાય, કે ન જમીન દેખાય; માત્ર ઝાડના ઉપલા
ભાગો દેખાય, નીચેના ભાગ ન દેખાય....જાણે દુનિયાના વાતાવરણથી દૂર દૂર કોઈ
ગંભીર–અગમ્ય ઊંડાણમાં ઊતર્યા હોઈએ! વનરાજીની છાયાથી છવાયેલો ૧૬ માઈલનો
આ રસ્તો એવો મનોહર છે–જાણે