દૂર શિખરજીધામ તરફ ગુરુદેવ પધારી રહ્યા છે. ઘણા ઘણા દિવસોથી જેની રાહ
જોતા હતા તે પાવન તીર્થધામમાં પહોંચવા માટેનો આજનો પ્રવાસ ઘણો
પ્રસન્નકારી હતો. બસ, હવે ઇષ્ટધામમાં પહોંચવાનું છે....એવા ઇષ્ટ પ્રત્યેના
ગુરુદેવના પ્રમોદને લીધે કલ્યાણવર્ષિણી–મોટર પણ આજે તો વધુ ઝડપે દોડતી
હતી. ગુરુદેવના અંતરમાં મોક્ષમાર્ગી તીર્થંકરો અને સંતોના સ્મરણો ઘૂમતા હતા ને
બહારમાં તેમના નયનો શિખરજી તરફ મીટ માંડી રહ્યા હતા; હમણાં શિખરજી
દેખાશે....હમણાં દેખાશે! કેવા હશે એ ધામ!!–એવા રટણપૂર્વક ગુરુદેવ
અવારનવાર પૂછતા કે શિખરજી દેખાય છે? ઘડીકમાં આંખો મીંચીને ગુરુદેવ
શિખરજી ધામ ઉપર વિચરેલા સાધક સન્તોનાં ટોળાંને અંતરમાં નીહાળતાં,
ઘડીકમાં જાણે શિખરજી ઉપરથી સન્તોના સાદ સંભળાતા હોય–એમ દૂર દૂર નજર
લંબાવીને નીહાળતા.–એવામાં ૩૦–૪૦ માઈલ દૂરથી સમ્મેદશિખર–સિદ્ધિધામનાં
દર્શન થતાં ગુરુદેવનું હૈયું પ્રસન્નતાથી નાચી ઊઠયું.
સમ્મેદશિખરજી ધામ હજી દૂર હોવા છતાં પણ ભક્તહૃદયોમાં આનંદના તરંગ
ઉછળતા થકા તેઓને પોતાની તરફ ખેંચી રહ્યા છે;....અથવા તો, સિદ્ધાલયવાસી
સિદ્ધભગવંતો જાણે કે સાધકોનાં હૃદયને સિદ્ધપદ તરફ ઉલ્લસાવતા હોય!–એવી
સરસ ઉર્મિઓ જાગતી હતી. દૂરદૂરનું દર્શન પણ ગુરુદેવના હૃદયમાં આનંદ ઉપજાવતું
હતું, જેમ થોડીક દૂર રહેલી મુક્તિનું દર્શન પણ મોક્ષાર્થીને આનંદ ઉપજાવે છે તેમ.
અહો, ભેટયા....ભેટયા આજે સિદ્ધિધામ! સમ્યગ્દર્શન થાય ને નિર્વિકલ્પધ્યાનમાં
સિદ્ધપદનો પોતાના અંતરમાં જ ભેટો થતાં જે આનંદ