Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 42

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૨૪૧
જુઓ ભાઈ! જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેને તે ક્યાંથી આવે ને કઈ
રીતે આવે તેની આ વાત છે. જેમાં પૂર્ણ સ્વભાવસંપદા પડી છે તેમાં નજર નાખ.
બહારના વેગને પાછો વાળ્‌યા વિના અંતરનાં વહેણ પ્રગટે નહિ. અરે જીવ! લપસણી
લીલફૂગ જેવો આ સંસાર તેમાં તું અશરણપણે ઝાવાં નાખી રહ્યો છે; ધ્રુવશરણ તો
આત્મા છે, ભાઈ! ચૈતન્યરસથી ભરેલો તારો આત્મા જ તારું શરણ છે, તેમાં નજર
નાખ તો અતીન્દ્રિય આનંદના અનુભવ સહિત સમ્યગ્દર્શનાદિ થાય.
આચાર્યદેવ આત્માનું અસાધારણ સ્વરૂપ ઓળખાવે છે કે જેને જાણવાથી
સમ્યગ્દર્શનાદિ થાય ને જન્મમરણ ટળે. ‘અલિંગગ્રહણ’ના વીસ બોલથી અદ્ભુત વર્ણન
કર્યું છે, તેમાંથી કોઈપણ બોલ સમજીને આત્માને પકડે તો તેમાં બાકીના બધા બોલ પણ
સમાઈ જાય છે.
બીજા બોલમાં આચાર્યદેવ કહે છે કે અતીન્દ્રિયજ્ઞાનસ્વરૂપ આત્મા ઇન્દ્રિયોવડે
જાણી શકાય તેવો નથી. ઇન્દ્રિયો તો પરદ્રવ્ય છે, તે પરદ્રવ્યના ગ્રહણવડે આત્માનું ગ્રહણ
કેમ થાય? ન જ થાય. ઇન્દ્રિયોથી પર થઈને, ચિદાનંદ સ્વભાવમાં અંતર્મુખ થા, તો
આત્મા જણાય. સ્વસન્મુખ થઈને આત્માનું સ્વસંવેદન કરનારા મતિશ્રુત જ્ઞાનમાં પણ
ઇન્દ્રિયોનું અવલંબન છૂટી ગયું છે, ને અતીન્દ્રિય સ્વભાવનું અવલંબન થયું છે.
આ કુંદકુંદ ભગવાનની વાણી છે,–જેમને આ પંચમકાળમાં સાક્ષાત્ તીર્થંકર
સીમંધરનાથનો ભેટો થયો. અહો, આ પંચમકાળે ભરતક્ષેત્રના જીવને બીજા ક્ષેત્રના
તીર્થંકરનો સદેહે સાક્ષાત્ ભેટો થાય–એ કેવી પાત્રતા! ને ભરતક્ષેત્રના જીવોનાં પણ કેવા
ભાગ્ય!! ચૈતન્યનો મહિમા ઘૂંટતા ઘૂંટતા યથાર્થ નિર્ણય લઈને સ્વસંવેદનમાં એમ આવે
કે ‘ અહો, મારી વસ્તુ જ પરિપૂર્ણ છે’ ત્યારે તે જીવ પૂર્ણતાને પંથે ચડયો...તેને
પોતામાં પરમાત્માનો ભેટો થયો ને તે વીર થઈને વીરના માર્ગે વળ્‌યો. આ છે
મહાવીરનો સન્દેશ. તે સંતોએ ઝીલ્યો ને અંતરમાં સાધ્યો.
ભાઈ, બહારનું બધું એકવાર ભૂલી જા, ઇન્દ્રિયજ્ઞાનને પણ ભૂલી જા, ને તારા
જ્ઞાનને અંતર્મુખ કર તો તારો આત્મા સ્વજ્ઞેય થાય. આ રીતે આત્માને સ્વજ્ઞેય
બનાવતાં જ અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય છે. જડ ઇન્દ્રિયોના અવલંબનવાળા
ઉપયોગમાં એવી તાકાત નથી કે ચૈતન્યમૂર્તિ આત્માને સ્વજ્ઞેય બનાવી શકે. એટલે
રાગથી કે વ્યવહારના અવલંબનથી આત્મા જણાતો નથી. ઇન્દ્રિયોના અવલંબનથી
ઉપયોગને ગમે તેટલો ભમાવે,