Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 42

background image
ઃ ૨૬ઃ આત્મધર્મઃ ૨૪૧
દિગ્દર્શન કરાવવાનો પ્રયત્ન થશે. આ માટે પૂ. ગુરુદેવદ્વારા ઉપકૃત થયેલા સમસ્ત
મુમુક્ષુઓના સહકારની અમે આશા રાખીએ છીએ અને આપ પણ ગુરુદેવના
જીવનને લગતી કોઈ ઉત્તમકૃતિ (લેખ, કાવ્ય, ચિત્ર વગેરે) મોકલાવશો એવું હાર્દિક
નિમંત્રણ છે.
પૂ. ગુરુદેવના જીવનનો ઝૂકાવ પહેલેથી જ આત્મશોધ તરફ છે.....૭પ વર્ષ પહેલાં
ઉમરાળામાં તેઓ જન્મ્યા ત્યારે જ ‘આત્માની શોધ’ના સંસ્કાર ને ભણકાર સાથે લઈને
આવ્યા હતા.....નાનપણથી જ તેમનો આત્મશોધનો પ્રબળ પ્રયત્ન ચાલુ હતો....આત્માર્થ
માટેનો પુરુષાર્થ એ એમનો જીવનમંત્ર હતો. ‘આત્મા’ સાધવા માટે એમનું જીવન એક
ઉત્તમ આદર્શરૂપ છે....“આ જીવન છે તે આત્માને સાધવા માટે જ છે”–એવી પ્રેરણા
તેમના જીવનમાંથી મુમુક્ષુઓને મળે છે.
મુમુક્ષુઓને તેમનો સતત ધારાવાહી ઉપદેશ છે કે આત્માનું વાસ્તવિક
સ્વરૂપ તમે ઓળખો....જડ–ચેતનની અત્યંત ભિન્નતા સમજીને, તે સંબંધમાં
ચાલતી ભૂલો દૂર કરો....ને....સાક્ષાત્ સત્સમાગમે સર્વ પ્રકારના પ્રયત્નવડે
સમ્યગ્દર્શન અને ભેદજ્ઞાન કરો. સમ્યગ્દર્શનનો અચિંત્ય મહિમા સમજાવીને તેના
પ્રયત્ન ઉપર તેઓશ્રી જે ભાર આપે છે તે સાંભળીને મુમુક્ષુ–આત્માર્થિના
ચિત્તમાંથી બીજી બધી બાબતોનો મહિમા ઊડી જાય છે ને એક સમ્યક્ત્વની પ્રાપ્તિ
માટે જ તે દિનરાત ઝંખે છે. એના વગરનું બધુંય એને નિષ્ફળ ને કિંમત વગરનું
લાગે છે. મોક્ષમાર્ગનો દરવાજો સમ્યગ્દર્શનદ્વારા જ ખૂલે છે....માર્ગ ભૂલેલા જીવોને
આવા મોક્ષદ્વાર ખોલવાનો રસ્તો જે ગુરુએ બતાવ્યો....તે ગુરુ પ્રત્યે ઉપકાર વ્યક્ત
કરવાનો અને હૃદયની ઉર્મિથી તેઓશ્રીને અભિનંદવાનો સુઅવસર પ્રાપ્ત થતાં
કોને હર્ષ ન થાય? ગુરુદેવના ૭પમા જન્મોત્સવ પ્રસંગે સૌ મુમુક્ષુઓ એ
અભિનંદનની ઉર્મિઓ વ્યક્ત કરશે ને ભારતભરના મુમુક્ષુસમાજ તરફથી એક
સુંદર સચિત્ર અભિનંદન ગ્રંથ પ્રસિદ્ધ થશે.
ગુરુદેવનો જન્મ સૌરાષ્ટ્રના ઉમરાળા ગામમાં વૈશાખ શુદ બીજે સં. ૧૯૪૬માં
થયો. આત્મશોધક એ આત્માનું ચિત્ત સંસારમાં ચોંટતું ન હતું....૨૪ વર્ષની ઉંમરે
સંસાર છોડીને સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધી....ને તે સંપ્રદાયનું કડક ચારિત્ર
પાળ્‌યું....શાસ્ત્રોનોય ઘણો અભ્યાસ કર્યો...છતાં એમના આત્માને સંતોષ ન
થયો....અંતે દિગંબર જૈનધર્મનું મહા પરમાગમ સમયસાર હાથમાં આવ્યું ને તેમાં
કુંદકુંદાચાર્ય જેવા પરમ દિગંબર સંતોએ નિરુપેલી સ્વાનુભૂતિદ્વારા માર્ગદર્શન
મળ્‌યું....ને બીજા અનેક પાવન