Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 33 of 42

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૨૯ઃ
વગેરે ચતુષ્ટયથી ઝળહળતું સુપ્રભાત ઉદય પામે છે. વિકાર તો અંધકાર છે ને ચૈતન્ય તો
પ્રકાશ છે. આ રીતે રાગ અને જ્ઞાનના ભેદજ્ઞાનવડે આત્મસ્વભાવની દ્રષ્ટિ કરતાં
અતીન્દ્રિય આનંદમય અમૃતના સ્વાદસહિત સમ્યગ્દર્શનરૂપી સુપ્રભાત ઊગે છે. જેને
આવું સુપ્રભાત ઊગ્યું તેને આત્મામાંથી અનાદિના અંધારા ટળ્‌યા ને અપૂર્વ પ્રકાશ
ખીલ્યો. તે આત્મા પોતે તો સ્વયં આનંદરૂપ છે ને બીજા (તેને સેવનારા) જીવોને
માટે પણ તે આનંદનું કારણ છે.
આવું સુપ્રભાત કેમ ખીલે? ચિદાનંદસ્વભાવનો આશ્રય ને વિભાવનો આશ્રય
નહિ–એ રીતે ચૈતન્યભૂમિકાના આશ્રયે ચૈતન્યકળી ખીલીને અનંત પાંખડીથી શોભતું
કેવળજ્ઞાનરૂપી કમળ ખીલી જાય છે. સમ્યગ્દર્શનરૂપી પ્રભાત પણ ચિદાનંદસ્વભાવના
આશ્રયથી થાય છે ને કેવળજ્ઞાનરૂપી પ્રભાત પણ તેના જ આશ્રયથી થાય છે. આ
સમ્યગ્દર્શન તેમ જ કેવળજ્ઞાન એ બન્ને આનંદમય સુપ્રભાત છે, બન્નેનો શુદ્ધપ્રકાશ
અતિશય છે. અહો, જ્યાં સમ્યગ્દર્શન અને કેવળજ્ઞાનરૂપી દીવડા પ્રગટયા ત્યાં
આત્મામાં દીવાળી (–દીપાવલી, એટલે કે સમ્યગ્દર્શન આદિ નિર્મળ પર્યાયરૂપ
દીપકોની હારમાળા) પ્રગટી, ને સાદિ અનંત મંગળરૂપ નવું અપૂર્વવર્ષ બેઠું. જેને
ચૈતન્યસ્વરૂપ આત્માની અનુભૂતિ પ્રગટી તે જીવ મોક્ષની નજીક આવ્યો ને તેને ખરું
સુપ્રભાત ઊગ્યું.
વળી ચૈતન્યતત્ત્વ અનંત આનંદરસથી–ચૈતન્યરસથી ભરેલું છે, તેના આશ્રયે જે
સુપ્રભાત ખીલ્યું તે આનંદમાં સુસ્થિત છે, ભગવાન આત્મા આનંદના અનુભવમાં સ્થિર
થયો છે. આનંદનો સ્વાદ લેવામાં લયલીન થઈને ઠર્યો છે. જે આવી દશા પ્રગટી તે
સદાય અસ્ખલિત છે, તેમાં કર્મ વગેરેની કોઈ બાધા નથી, તેમાં ફરીને સ્ખલના નથી,
વિઘ્ન નથી, ભંગ નથી. ચૈતન્યના આશ્રયે પ્રગટેલું તે સુપ્રભાત ચૈતન્યની સાથે જ સદાય
અસ્ખલિતપણે ટકી રહેશે. તેના પ્રકાશને કોઈ રોકી શકે નહિ; તેમાં વિકારનું કોઈ કલંક
નથી ને કર્મનું કોઈ આવરણ નથી; એકલા શુદ્ધ આનંદથી તે ભરપૂર છે. આત્મામાં જ્યાં
આવું અપૂર્વ વર્ષ બેઠું, અપૂર્વ પર્યાય ખીલી, ત્યાં તે આનંદના અનુભવરૂપી લાપશીનાં
ભોજન કરે છે. લ્યો, આ નવા વરસની લાપસી પીરસાય છે. સુપ્રભાત એટલે
સમ્યગ્દર્શનથી માંડીને કેવળજ્ઞાન સુધીની પર્યાયરૂપી સુપ્રભાત છે તે અતીન્દ્રિય આનંદના
અનુભવથી ભરેલું છે. સમ્યગ્દર્શન પણ અતીન્દ્રિય આનંદથી ભરેલું છે ને કેવળજ્ઞાન
પૂર્ણ આનંદથી ભરપૂર છે. અહા, અસંખ્યપ્રદેશે આનંદમય ચૈતન્યદીવડાથી ભગવાન
આત્મા ઝળહળી ઊઠયો–શોભી ઊઠયો તે મંગલ પ્રભાત છે. તેનો પ્રકાશ હવે કોઈથી ડગે
નહિ, તેથી તેની જ્યોત