Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 42

background image
૩૦ઃ આત્મધર્મઃ ૨૪૧
અચલ છે. કેવળજ્ઞાનની કે સમ્યગ્દર્શનની જ્યોતિ અચલ છે. આ રીતે ચૈતન્યમાં સ્થિર
થઈને સ્વવીર્યથી કેવળજ્ઞાનાદિ અનંતચતુષ્ટયની રચના કરીને ભગવાન આત્મા સાદિ
અનંત સુપ્રભાતપણે શોભે છે. તે અપૂર્વ માંગળિક છે.
અનેકાન્તદ્રષ્ટિ વડે ચિદાનંદસ્વભાવનો જેણે નિર્ણય કર્યો તેને સ્વસન્મુખતામાં
ચૈતન્યના જ્ઞાનાનંદથી વિલસતું, શુદ્ધ પ્રકાશથી શોભતું, આનંદમય સુપ્રભાત ખીલે છે.
અહા, જ્ઞાનસ્વરૂપ આત્માને ઓળખીને તેમાં જેણે પ્રવૃત્તિ કરી અને પરભાવોથી નિવૃત્તિ
કરી–એ રીતે ચૈતન્યભૂમિકાનો આશ્રય કર્યો તેને સમ્યક્ શ્રદ્ધા જ્ઞાન આનંદ અને વીર્યથી
ઝળહળતું મંગલ–પ્રભાત ઊગ્યું....આત્મામાં આ પ્રભાત ઊગ્યું તે ઊગ્યું. હવે ફરીને કદી
તે આથમશે નહિ; તેના વિકાસને કોઈ રોકી શકે નહીં.
અહા, આવું સુપ્રભાત ખીલવનારા સંતો, જંગલમાં બેઠાબેઠા કેવળજ્ઞાન–
ખજાનાને શોધવામાં મસ્ત, અંદરમાં ઊંડા ઊંડા ઊતરીને આનંદના દરિયામાં મગ્ન
હોય.... તેને જોતાં ચક્રવર્તી જેવાને પણ એમ થાય કે વાહ! પ્રભો, આપ ચૈતન્યને સાધી
રહ્યા છો...હમણાં આપનો આત્મા અનંત ચતુષ્ટયરૂપ સાધ્યને પ્રગટાવી સુપ્રભાતપણે
ઝળહળી ઊઠશે.–એમ કહીને એનાં ચરણોમાં ચક્રવર્તી પણ શીર ઝૂકાવે છે.
ચૈતન્યસ્વભાવની અંતર્મુખ થઇને જે શ્રદ્ધા કરશે તેને અલ્પકાળમાં
કેવળજ્ઞાનપ્રકાશથી ઝળકતું સુપ્રભાત પૂર્ણપણે ખીલી જશે એવા સંતોના આશીર્વાદ છે.
આ રીતે બેસતા વર્ષનું માંગલિક કર્યું.
(સમયસાર કળશ ૨૬૮ના પ્રવચનમાંથી)
* જિનેન્દ્રદેવનો જન્મ જગતને માટે આનંદકારી છે.
* બધા પદાર્થો કરતાં આત્મા જ ઉત્તમ અર્થ છે.
* બધાં કાર્યો કરતાં આત્માની આરાધના એ જ ઉત્તમ કાર્ય છે.
* * *
* ધર્મ આનંદરૂપ છે ને ધર્મપરિણત ધર્માત્માનો સ્વભાવ પણ જગતને
આનંદ દેવાનો છે.