Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 35 of 42

background image
કારતકઃ ૨૪૯૦ઃ ૩૧ઃ
ગુરુદેવ સાથે સિદ્ધિધામની યાત્રા
એ મંગલ તીર્થયાત્રાના મધુરસ્મરણોની થોડીક પ્રસાદી
“અનંતા તીર્થંકરો અને સંત–મુનિવરો રત્નત્રયરૂપ તીર્થની આરાધના વડે
સંસારને તરીને અહીંથી મોક્ષ પામ્યા છે; તેથી આ સમ્મેદશિખરજી મંગલતીર્થ છે.
જુઓ અહીંથી ઉપર અનંત સિદ્ધભગવંતો બિરાજે છે. આત્માનો જ્ઞાન–આનંદ
સ્વભાવ જે ભાવથી પ્રગટયો તે સમ્યગ્દર્શનાદિ ભાવ પણ મંગળ છે. ‘ધવલા’
ટીકામાં શ્રી વીરસેનાચાર્ય કહે છે કે ભવિષ્યમાં મોક્ષ પામનાર આત્મદ્રવ્ય પણ ત્રિકાળ
મંગળ છે, અલ્પકાળમાં થનાર કેવળજ્ઞાનાદિ મંગળપર્યાય સાથે તે સંકળાયેલું છે; અને
જે કાળે આત્મા મુક્તિ પામ્યો કે મુક્તિનો માર્ગ પામ્યો તે કાળ પણ મંગળ છે. જેણે
આત્માના જ્ઞાનાનંદસ્વભાવની પ્રતીત કરીને પોતાના આત્મામાં સમ્યગ્દર્શન–જ્ઞાનરૂપ
મંગળ પ્રગટ કર્યું તે જીવ ભગવાનને પણ પોતાના મંગળનું કારણ કહે છે, ને
ભગવાન જ્યાંથી મોક્ષ પધાર્યા એવા આ સમ્મેદશિખરજી વગેરે તીર્થધામને પણ તે
મંગળ કહે છે. આવી નિર્વાણભૂમિ જોતાં તેને મોક્ષતત્ત્વનું સ્મરણ થાય છે; એટલે
મોક્ષતત્ત્વની પ્રતીતમાં અને સ્મરણમાં આ ભૂમિ નિમિત્ત છે તેથી આ ભૂમિ પણ
મંગળરૂપ તીર્થ છે. તેની યાત્રા માટે અહીં આવ્યા છીએ. આ રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ને
ભાવ સર્વ પ્રકારે માંગળિક કર્યું.”
તીર્થધામમાં આવું ઉલ્લાસભર્યું માંગળિક સાંભળીને સૌને ઘણો આનંદ થયો
હતો. ગુરુદેવ આ તીર્થધામમાં પધારતાં અહીંનું આખું વાતાવરણ ઘણું ઉમંગભર્યું ને
પ્રફુલ્લતામય લાગતું હતું; ઇષ્ટધામમાં આવ્યાનો સૌને સંતોષ હતો. ધર્મપિતાના ધામમાં
ધર્માત્માઓને આનંદથી વિચરતા દેખીને જિજ્ઞાસુ ભક્તોનાં હૃદય ઉલ્લસતા હતા. અહીં
યાત્રા સંઘમાં ૧પ૦૦ જેટલા યાત્રિકો થઇ ગયા હતા, ને બીજા યાત્રિકો પણ બે હજાર
જેટલા હતા. ગુરુદેવ સાથે આ શાશ્વત સિદ્ધિધામને ભેટવા સૌનાં હૃદય આતુર થઇ રહ્યા
હતાં. ક્યારે સિદ્ધિધામને ભેટીએ! ને ક્યારે ગુરુદેવ સાથે યાત્રા કરીને સિદ્ધિધામના
વૈભવને દેખીએ! એમ સૌ ભાવના ભાવી રહ્યા હતા. સિદ્ધક્ષેત્રમાં ડગલે ને પગલે
સિદ્ધોનું ને સાધક સંતોનું સ્મરણ થતું હતું. સિદ્ધનું સ્મરણ સંસારને ભૂલાવી દે છે, તેમ
સિદ્ધિધામમાં પહોંચેલા યાત્રિકો સંસારના વાતાવરણને ભૂલી ગયા હતા. જેમ સિદ્ધપદ
પામ્યા પહેલાં પણ સાધકને તેનો આનંદ હોય છે તેમ સિદ્ધિધામની યાત્રા કર્યા પહેલાં
પણ તેની છાયામાં યાત્રિકોને યાત્રા જેવો આનંદ થતો હતો. ખરેખર તો યાત્રાની
શરૂઆત પર્વત ઉપર ચડીએ ત્યારે