Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 36 of 42

background image
૩૨ઃ આત્મધર્મઃ ૨૪૧
નહીં પરંતુ યાત્રાનો સંકલ્પ કરીને ઘરેથી નીકળ્‌યા ત્યારથી જ યાત્રાની શરૂઆત થઇ
ગઇ; ને પર્વત પર પહોંચ્યા ત્યારે તો એ સંકલ્પનું ફળ આવ્યું,–જેમ યથાર્થ નિર્ણયનું ફળ
અનુભવ આવે છે તેમ.
અહા! સિદ્ધિધામને ભેટવાની કહાનગુરુદેવની ભાવના આજે પૂરી થાય છે.
ગુરુદેવ સાથે સમ્મેદશિખરજી શાશ્વત સિદ્ધિધામની યાત્રા કરવાની હજારો યાત્રિકોની
ભાવના આજે ઉલ્લાસપૂર્વક પૂરી થાય છે. મંગળ તીર્થયાત્રાનો આ પવિત્ર પ્રસંગ
જીવનમાં સિદ્ધિપંથ પ્રત્યેની પુનિત પ્રેરણા સદાય આપ્યા કરો.
સેંકડો–હજારો જયજયકાર સહિત ને પંચપરમેષ્ઠીના નમોક્કારમંત્રના
સ્મરણસહિત આનંદભરેલા વાતાવરણમાં ગુરુદેવે સિદ્ધિધામની યાત્રાનો મંગલ પ્રારંભ
કર્યો. સિદ્ધિધામ પ્રત્યે પહેલું પગલું મુકતાં જ અનેરો આહ્લાદ જાગે છે....રોમેરોમમાં
કોઇ નવો જ ઝણઝણાટ વ્યાપી જાય છે. નૂતન સમકિતી જેમ ચૈતન્યને ભેટે ને
આનંદિત થાય તેમ ગુરુદેવ એ તીર્થને ભેટયા ને આનંદિત થયા. ગુરુદેવના પગલે
પગલે ચાલી રહેલા યાત્રિકોને પણ આજે અનેરો હર્ષ હતો. પહાડ ચડવાના પ્રારંભે
જાણે પરાક્રમનો કોઇ નવો જ યુગ પ્રારંભાયો હતો. સિદ્ધો અને સાધકોનું સ્મરણ થતું
હતું, પંચ પરમેષ્ઠી પ્રત્યે પ્રણમન થતું હતું, રત્નત્રયની ભાવનાઓ જાગતી હતી. આવી
ભાવનાસહિત ગુરુદેવ સાથે સિદ્ધોને હૃદયમાં સ્થાપીને સિદ્ધિધામ પ્રત્યે પગલાં માંડયા.
અહો સિદ્ધભગવંતો! મારા ગુરુદેવ સાથે તમારા પવિત્રધામ પ્રત્યે મેં પ્રસ્થાન કર્યું.
પગલે પગલે પ્રભુજીનું સ્મરણ થાય છે, ને હૃદયમાં એવી ઝણઝણાટી જાગે છે....જાણે કે
સિદ્ધભગવાનને દેખીને પ્રદેશે પ્રદેશેથી કર્મો ખરી રહ્યા હોય! જીવનનો આ પવિત્ર
પ્રસંગ મુમુક્ષુહૈયામાં કોતરાઇ ગયો છે.
જેમ મોક્ષમાર્ગના પથિકને પર્યાયે પર્યાયે નવીન આનંદની સ્ફુરણા થાય છે તેમ
સિદ્ધિધામના યાત્રિકોને પગલે પગલે નવીન હર્ષની ઉર્મિઓ જાગે છે. જેમ જેમ શાશ્વત
તીર્થનું આરોહણ કરીએ છીએ તેમ તેમ ગુરુદેવ બધાના હૃદયમાં આનંદ કરાવે છે. જરાક
ચાલતાં વનરાજી શરૂ થાય છે. આખોય સમ્મેદશિખર પર્વત અતિશય ગીચ મનોહર
વનરાજીથી છવાયેલો છે. અહા, મુનિવરોએ જેની વચ્ચે બેસીને આત્મસાધના કરી એવી
આ વનરાજી બહુ જ શોભી રહી છે. સુંદર વનરાજીનાં આ અદ્ભુત દ્રશ્યો! સુંદર ઝાડ–
પાન ને પુષ્પોથી ખીલેલું એ વન–જાણે મુનિદર્શનની પ્રસન્નતા હજીયે અનુભવી રહ્યું હોય
એવું પ્રફુલ્લ લાગે છે. એ પ્રફુલ્લિત વનરાજી વચ્ચેથી પસાર થતી વખતે હૃદયમાં વનવાસી
દિગંબર મહામુનિઓ, સ્વરૂપમાં ઝૂલતા એ સંતો, જ્યારે અહીં વિચરતા હતા એ દ્રશ્ય ખડું
થાય છે, ને મુમુક્ષુહૃદયમાં એ દશાની ભાવના જાગે છે. જેમ સુપ્રભાતમાં કમળ ખીલે તેમ
આ વનમાં જ્ઞાનીઓનાં હૃદય–