કારતકઃ ૨૪૯૦ઃ ૩પઃ
વૈ....રા....ગ્ય....સ....મા....ચા....ર
આ અધ્રુવ સંસારમાં જીવને પોતાના ચિદાનંદ સ્વભાવ સિવાય બીજું કાંઇ શરણ
નથી....શરીરાદિનો સંયોગ અધ્રુવ અને અશરણ છે. મધદરિયા વચ્ચેનું વહાણ–કે જ્યાં ચારે કોર અગાધ
પાણી ને ઉપર નિરાલંબી આકાશ સિવાય બીજું કાંઇ નથી, એવા વહાણમાં બેઠેલા પંખીની જેમ વહાણ
સિવાય બીજું કોઇ શરણ નથી, તેમ આ સંસાર સમુદ્રમાં જીવને પોતાના ચિદાનંદસ્વભાવ સિવાય બીજું
કાંઇ શરણ નથી. સંસારની પરિસ્થિતિ મુમુક્ષુ વિચારવાનને ડગલે ને પગલે વૈરાગ્ય ઉપજાવે છે. તેમાં દેવ–
ગુરુ–ધર્મના શરણે આત્મસ્વભાવની ઉપાસના સદૈવ કર્તવ્ય છે.
*રાજકોટના શેઠશ્રી મૂળજીભાઈ ચત્રભુજ લાખાણી તા. ૮–૧૧–૬૩ ના રોજ ૮૧
વર્ષની વયે હૃદયરોગના હૂમલાથી રાજકોટમાં સ્વર્ગવાસ પામી ગયા. સ્વર્ગવાસના દિવસે
સવારમાંથી જ તેમને લાગતું હતું કે આજે મારી તબીયત બરાબર નથી ને આજે છેલ્લો
દિવસ છે....તેમના કુટુંબીજનોએ ડોકટરને બોલાવવાની વાત કરી, તો તેમણે કહ્યું કે હવે
દાક્તર શું કરશે? એને બદલે લાલુભાઈને બોલાવો! લાલુભાઈ આવતા તેમણે ધાર્મિક
વાતચીત પ્રેમથી સાંભળી, ને કહ્યું કે આજે દેહની છેલ્લી સ્થિતિ લાગે છે. તેમને
રાજકોટના માનસ્તંભ અને સમવસરણ માટેની ભાવના ઘૂંટાતી હતી. તેને માટે પોતે
અગાઉ જે ૪૦,૦૦૦ (ચાલીસ હજાર)રૂા. નોંધાવેલા તેમાં આ પ્રસંગે દસ હજાર
ઉમેરીને સવાયા કરવાનું તેમણે જાહેર કર્યું. અને કુટુંબ કે ધંધા વગેરેની લાગણીને
એકકોર મૂકીને તેમણે ધર્મભાવનામાં મન પરોવ્યું. લગભગ છેલ્લી ઘડી સુધી વાતચીત
કરતાં કરતાં ને ધર્મશ્રવણ કરતાં કરતાં બપોરે તેઓ દેહ છોડીને સ્વર્ગસ્થ થયા. તેઓ
રાજકોટ મુમુક્ષુમંડળના મુખ્ય આગેવાન હતા. રાજકોટ મુમુક્ષુ મંડળના વિકાસમાં તેમનો
અને તેમના કુટુંબનો ઘણો મહત્વનો ફાળો છે. તેમનું આખું કુટુંબ ધર્મનો સારો પ્રેમ
ધરાવે છે. તેમના સ્વર્ગવાસથી રાજકોટને એક કુશળ આગેવાનની મોટી ખોટ પડી છે.
ગુરુદેવ પ્રત્યે તેમને ઘણો જ ભક્તિભાવ હતો. એક વર્ષ પહેલાં જ્યારે ગુરુદેવ રાજકોટથી
સોનગઢ પધાર્યા ત્યારે ગુરુદેવ સાથે મોટરમાં તેઓ સાથે હતા ને ઘણી પ્રમોદભરી
વાતચીત કરી હતી. તેઓ ધર્મભાવનાના સંસ્કાર બળે આગળ વધીને આત્મહિત સાધે–
એ જ ભાવના.
* સોનગઢમાં ભાઈશ્રી હીરાચંદ કશળચંદ (માસ્તર સાહેબ) આસો વદ ૧૧ તા.
૧૧–૧૧–૬૩ ના રોજ સ્વર્ગવાસ પામી ગયા. તેઓ છેલ્લા કેટલાક વખતથી બિમાર હતા;
તેમની ખાસ ભાવનાથી ગુરુદેવ રોજ તેમને દર્શન દેવા પધારતા, ને તે પ્રસંગે વૈરાગ્યભર્યા
વચનો સંભળાવતા. તે સાંભળીને તેમને ઉત્સાહ આવતો. સ્વર્ગવાસના દિવસે બપોરે
તેમની સ્થિતિ ગંભીર લાગતાં પ્રવચન પછી ગુરુદેવ ત્યાં પધાર્યા હતા ને “શુદ્ધબુદ્ધ
ચૈતન્યઘન....” વગેરે સંભળાવ્યું હતું....મુમુક્ષુમંડળના ઘણા ખરા ભાઈ–બેનો પણ આ
પ્રસંગે ત્યાં ઉપસ્થિત હતા ને વૈરાગ્યભર્યા વાતાવરણમાં આત્મ–