Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 40 of 42

background image
ઃ ૩૬ઃ આત્મધર્મઃ ૨૪૧
સિદ્ધિ વગેરે ગાથાઓ બોલતા હતા. પૂ. બેનશ્રીબેન પણ વૈરાગ્યપ્રેરક પદ બોલતા હતા.
આ રીતે થોડોક ટાઇમ ચાલ્યા બાદ લગભગ ચાર વાગે માસ્તર સાહેબ હીરાચંદભાઈ પૂ.
ગુરુદેવની ઉપસ્થિતિમાં સ્વર્ગવાસ પામી ગયા હતા. તેઓ ભાગ્યશાળી કે છેલ્લી
સ્થિતિમાં પણ ગુરુદેવની વાણી અને દર્શનનો લાભ મળ્‌યા કર્યો. તેઓને શિક્ષણવર્ગનો
ખાસ રસ હતો, શિક્ષણવર્ગમાં પ્રશ્નોત્તર દ્વારા શિખવવાની તેમની શૈલિ સૌને ગમતી. પૂ.
ગુરુદેવના પરિચયમાં તેઓ ઘણા વર્ષોથી આવ્યા હતા ને છેલ્લા અનેક વર્ષોથી નિવૃત્ત
જીવન ગાળીને સોનગઢમાં જ રહીને શ્રવણ–વાંચન કરતા, ને પોતાના કુટુંબમાં સૌને
ધાર્મિક સંસ્કારનું સીંચન કરતા. તેમના સુપુત્ર શ્રી રતિલાલભાઈ સોનગઢ હાઇસ્કુલમાં
હેડમાસ્તર છે. સ્વર્ગસ્થ હીરાચંદભાઈ માસ્તર સાહેબનો આત્મા તત્ત્વજ્ઞાનના રસમાં
આગળ વધીને દેવગુરુધર્મના પ્રતાપે આત્મહિત સાધે–એ જ ભાવના.
* ખંડવા શહેરમાં શેઠશ્રી પ્રેમચંદજીના ધર્મ પત્ની શ્રી માણેકબેન તા. ૨૦–૧૧–
૬૩ના રોજ હાર્ટફેઇલથી આકસ્મિક સ્વર્ગવાસ પામી ગયા....હજી આ દિવસે સવારમાં
તો તેઓ જિનમંદિર ગયેલા, ત્યાંથી આવીને પોન્નૂરની તીર્થયાત્રામાં આવવા માટે
નક્કી કરીને યાત્રા સંઘનું ફોર્મ ભરવાની વાત કરી, પછી રસોઇ પણ બનાવી....ને ૧૨
વાગતાં છાતીમાં સહેજ દુખાવો થઇને હાર્ટફેઇલથી તેઓ સ્વર્ગવાસ પામી ગયા. તેઓ
ડો. ધરમચંદજીના ભાભી થાય; તેમની એક પુત્રી (ચંદ્રિકાબહેન) સોનગઢ આશ્રમમાં
રહે છે. તેમનું આખુંય કુટુંબ ગુરુદેવ પ્રત્યે ઘણો ભક્તિભાવ ધરાવે છે. થોડા મહિના
પહેલાં જ ગુરુદેવ ખંડવા પધારેલા ત્યારે તેમના ઘરે જ ગુરુદેવનો ઉતારો હતો ને તેમને
ત્યાં આહારદાનનો લાભ મળેલો. તે પ્રસંગે તેમને ઘણો ઉલ્લાસ હતો. સ્વર્ગસ્થ
આત્માના તીર્થયાત્રાના મનોરથ સફળ થાઓ અને ધર્મપ્રેમમાં આગળ વધીને
આત્મહિત પામો–એ જ ભાવના.
* લીંબડી શહેરમાં તા. ૧૯–૧૧–૬૩ ના રોજ શ્રી મનસુખલાલ ગુલાબચંદ
દફતરીના ધર્મપત્ની શ્રી દીવાળીબેન સ્વર્ગવાસ પામ્યા છે. તેઓ ગુરુદેવ પ્રત્યે ભક્તિ
ધરાવતા હતા ને પોતાના ગામમાં જિનમંદિરની સ્થાપના થતાં તેમને ઘણો હર્ષ થયો
હતો. તેઓ દેવ–ગુરુના પ્રતાપે આત્મહિત પામો–એ જ ભાવના.
* અમરેલીના વયોવૃદ્ધ ભાઈશ્રી તારાચંદ ત્રિભોવનદાસ કામદાર શ્રાવણ સુદ
૧૩ના રોજ સોનગઢમાં સ્વર્ગવાસ પામી ગયા. તેમની ઉમર ૯૧ વર્ષની હતી; સોનગઢના
મંડળમાં તેઓ સૌથી વયોવૃદ્ધ હતા. ઘણા વર્ષોથી તેઓ સોનગઢમાં જ રહેતા અને
વયોવૃદ્ધ અવસ્થા હોવા છતાં ગુરુદેવના પ્રવચનનો લાભ લેતા હતા. તેઓ ધર્મ
સંસ્કારમાં આગળ વધીને આત્મહિત સાધે એ જ ભાવના.