Atmadharma magazine - Ank 241
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 42

background image
ઃ ૨ઃ આત્મધર્મઃ ૨૪૧
દેહાતીત સિદ્ધપદની પ્રાપ્તિનો ઉપાય
(પ્રવચનસાર ગા ૧૬૦ ઉપરના પ્રવચનમાંથી વીર સં. ૨૪૮૯ આસો વદ અમાસ)
ભગવાન મહાવીર પરમાત્મા પાવાપુરીથી દેહાતીત સિદ્ધદશાને પામ્યા...એવી
દેહાતીત દશાને પામતાં પહેલાં ભગવાને કેવો નિર્ણય કર્યો હતો? તે અહીં બતાવ્યું છે.
મારો આત્મા દેહાતીત છે, દેહ સાથે તેને કાંઈ જ સંબંધ નથી–એવી અંતરંગ ઓળખાણ
કરે ત્યારે જ સાધકપણું ખીલે ને ત્યારે જ દેહાતીત દશાને પામેલા ભગવાનની ખરી
ઓળખાણ થાય.
ભગવાન મહાવીર આજે અશરીરી સિદ્ધપદને પામ્યા....પૂર્ણાનંદ સિદ્ધપદ
આજે પામ્યા....ઇન્દ્રોએ મોક્ષકલ્યાણક ઊજવ્યો....‘પ્રમોદ’–મોદ એટલે આનંદ,
તેની પૂર્ણતારૂપ સિદ્ધપદ–મોક્ષપદ આજે ભગવાન પામ્યા....શરીરનો સંયોગ હતો
તે પણ આજે છૂટી ગયો, ઉદયભાવ સર્વથા છૂટી ગયો ને સિદ્ધપદરૂપ પૂર્ણ
ક્ષાયકભાવને પામ્યા. તે પહેલાં સાધકદશામાં કેવો નિર્ણય હતો? તે પ્રવચનસાર
ગાથા ૧૬૦માં કહે છે–
‘હું દેહ નહિ, વાણી ન, મન નહિ, તેમનું કારણ નહિ;
કર્તા ન, કારયિતા ન, અનુમંતા હું કર્તાનો નહિ.’ (૧૬૦)