Atmadharma magazine - Ank 242-243
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 37

background image
ઃ ૧૨ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
કહેવાય છે તે માત્ર અલંકાર છે; રાજા રાવણના ભાઈ કુંભકર્ણ ધર્માત્મા હતા ને
બડવાની–ચૂલગિરિ પરથી તે મોક્ષ પામ્યા છે.) અંતરદ્રષ્ટિથી જીવ જ્યાં જાગ્યો ત્યાં
અનંતકાળનું અજ્ઞાન ક્ષણમાત્રમાં જ દૂર થઇ જાય છે. જેમ ઘણાં વખતનું અંધારું પ્રકાશ
થતાંવેંત તત્ક્ષણ જ દૂર થઇ જાય છે, લાંબા વખતના અંધારાને ટાળવા માટે કાંઇ લાંબા
વખતની જરૂર પડતી નથી, તેમ અનાદિકાળનું અજ્ઞાન પણ સમ્યગ્જ્ઞાનવડે એક ક્ષણમાં
જ દૂર થઇ જાય છે,–
કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં શમાય,
તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતાં દૂર થાય...
જ્ઞાનપ્રકાશ થયો ને આત્મા જાગ્યો ત્યાં તેની જ્ઞાનદશા છાની રહે નહિ. તે
પોતાના ચૈતન્યપદને અનેક પ્રકારના પરભાવોથી જુદું જ દેખે છે. આવી સ્વાનુભૂતિ થઇ
ત્યાં આત્મા જાગ્યો.....તે મોક્ષનો સાધક થયો....તે ધર્મી થયો.....તેણે નિજપદ પ્રાપ્ત કર્યું
ને સ્વઘરમાં વાસ્તુ કર્યું.
હવે, આવી સરસ વાત સાંભળીને, નિજપદની પ્રાપ્તિનો
જિજ્ઞાસુ શિષ્ય પૂછશે કે હે પ્રભો! તે પદ કયું છે?–ને આચાર્યદેવ
એવા જિજ્ઞાસુ શિષ્યને નિજપદનું સ્વરૂપ બતાવશે.
સુખનો માર્ગ
આત્મા પોતે નિજસ્વરૂપથી જ સુખરૂપ છે.....એટલે નિજસ્વરૂપમાં
રહેવું તે જ સુખ છે. નિજસ્વરૂપથી બહાર નીકળીને કાંઇપણ પરભાવના
ગ્રહણની વૃત્તિ તે દુઃખ જ છે. અજ્ઞાનીઓ પરના ગ્રહણમાં સુખ માને છે,
જ્ઞાની કહે છે કે ભાઈ, પરના ગ્રહણની વૃત્તિથી તારા સુખનો નાશ થાય છે.
શ્રીમદ્ રાજચંદ્ર આ વાત સરળ શૈલીથી સમજાવતાં કહે છે કે–
“ સર્વ જગતના જીવો કંઇને કંઇ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે.
મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ–પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન
છે, અને મેળવવામાં સુખ માને છે. પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી
વિપરીત જ સુખનો માર્ગ નિર્ણીત કર્યો કે કિંચિત્ માત્ર પણ ગ્રહવું–એ જ
સુખનો નાશ છે.” (૮૩૨)