Atmadharma magazine - Ank 242-243
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 37

background image
ઃ ૪ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
ચિહ્નદ્વારા પણ જણાતો નથી. અતીન્દ્રિય આત્માનું ચિહ્ન ઇન્દ્રિયોવડે કેમ જણાય?
ઇન્દ્રિયગમ્ય તો જડ ચિહ્ન હોય, પણ ચૈતન્યનું ચિહ્ન ઇન્દ્રિયગમ્ય કેમ હોય? કાનવડે
ભાષા સંભળાય, ત્યાં ભાષા કાંઇ આત્માનું ચિહ્ન નથી, તે તો જડનું ચિહ્ન છે.
બીજાઓ વડે માત્ર અનુમાન દ્વારા જણાય–એવો આત્મા નથી. જુઓ, આમાં
અચિંત્ય વાત છે; જ્ઞાની ધર્માત્માને કેમ ઓળખવા–તેની અદ્ભુત વાત આ ચોથા
બોલમાં આવી જાય છે; પોતાને સ્વસંવેદન થયા વગર, સામા જ્ઞાનીના આત્માની ખરી
ઓળખાણ થતી નથી.
અહા, સંતોએ હૃદયની વાત બહારમાં મૂકી દીધી છે,
જગત ઉપર મહાન ઉપકાર કર્યો છે.
ભાઈ, ચૈતન્યરતનની અચિંત્ય કિંમત કેમ થાય તેની આ વાત છે. સામો આત્મા
જ્ઞાની–ધર્માત્મા છે તે કઈ રીતે ઓળખશો? ઓળખાય તો ખરા, પણ કઇ રીતે ઓળખાય?
આત્માની કે ધર્માત્માની ખરી ઓળખાણ જ્ઞાનસ્વભાવ તરફ ઝૂકીને જ થાય છે, ઇન્દ્રિયો
તરફ ઝૂકીને, કે એકલા અનુમાનવડે તે ઓળખાણ થતી નથી. રાગના સંગથી ને ઇન્દ્રિયોના
સંગથી જરાક દૂર થઇને જ આત્માની કે દેવ–ગુરુ–ધર્માત્માની ઓળખાણ થઇ શકે છે. પણ
‘આ આત્મા આમ બોલે છે, આમ ચાલે છે, શાંત દેખાય છે માટે તે ધર્માત્મા છે’–એમ
માત્ર બોલ–ચાલ ઉપરથી જ્ઞાનીની ઓળખાણ ખરેખર થઇ શકતી નથી. જ્યારે રાગથી
જરાક જુદો પડીને જ્ઞાનસ્વરૂપી આત્માનો નિર્ણય કર્યો ત્યારે પોતાને ખરી
ઓળખાણ થઇ કે દેવ કેવા? ગુરુ કેવા? ધર્માત્મા કેવા? અને જ્યારે એવી ખરી
ઓળખાણ થઇ ત્યારે જ ખરો પ્રમોદ જાગ્યો! અહા, અનંતકાળમાં આવા પરમાર્થસ્વરૂપે
જ્ઞાનીને ઓળખ્યા નથી, ભગવાનને ઓળખ્યા નથી, ગુરુને ઓળખ્યા નથી, કે દેવ–ગુરુની
વાણી (શાસ્ત્ર)ના રહસ્યને ઓળખ્યું નથી.
બાર અંગના શબ્દોમાં કાંઇ આત્મા નથી, ને તે શબ્દોવડે આત્મા જણાતો નથી,
આત્મા તો સ્વસંવેદન વડે જણાય છે. આમ તો એકેક ગાથામાં આત્મા બતાવ્યો છે–પણ
સ્વસંવેદન કરે તેને તેની ખબર પડે. સ્વસંવેદન વગર બાર અંગનું રહસ્ય સમજાય નહીં.
સ્વસંવેદન વગર ભલે લૌકિક ભણતર ભણી જાય પણ આત્માને જાણવા માટે તે કાંઇ સાધન
નથી; અરે શાસ્ત્રભણતર પણ સ્વસંવેદન વગર લૌકિક ભણતર જેવું જ છે.
કોઇ કહે કે અમે ઘણું ભણ્યા, ને મોટા મોટા ભાષણ કરીને ઘણાને સમજાવી
દઇએ, ને બીજા અમુક તો એકલા પોતાનું જ કરે છે; ઘણાને સમજાવે તો જ્ઞાની સાચા–
એમ કહેનાર ખરેખર મૂઢ છે, તેને જ્ઞાનીની ખબર નથી. અરે બાપા! જ્ઞાનીની દશા શું છે
તેની તને ખબર નથી. જ્ઞાનીની ખરી ઓળખાણ માટે પણ કોઇ અપૂર્વ પાત્રતા હોય
ત્યારે ઓળખાય છે. જ્ઞાનીને ઓળખે ને પોતામાં સ્વસંવેદન ન થાય એમ બને જ
નહીં. જ્ઞાનીને ખરેખર જાણનાર જીવ પોતે પણ તે જ્ઞાનીની નાતમાં ભળી જાય છે.
ભગવાનના માર્ગમાં ભળેલો જીવ જ ભગવાનને ખરેખર