ઃ ૬ઃ આત્મધર્મઃ ૨૪૨–૨૪૩
યોગને કોઇ પરજ્ઞેયનું અવલંબન નથી, પોતાના સ્વજ્ઞેયનું જ અવલંબન છે. આવા
આત્માને તું જાણ! સ્વાલંબી ઉપયોગથી તારા આત્માને તું જાણ!
આત્મા પોતાના ઉપયોગ નામના લક્ષણને ક્યાંય બહારથી (નિમિત્તમાંથી) કે
રાગમાંથી લાવતો નથી. આત્માનો ઉપયોગ બહારથી આવતો નથી એમ કહીને (આઠમા
બોલમાં) અનુકૂળ નિમિત્ત આવે તો જ્ઞાન વધે એ માન્યતાનો નિષેધ કર્યો. અને નવમા
બોલમાં આત્માના ઉપયોગને કોઇ હરી શકતું નથી એમ કહીને પ્રતિકૂળ નિમિત્તો આવે તો
જ્ઞાન હણાઇ જાય–એ માન્યતાનો નિષેધ કર્યો. ધ્રુવસ્વભાવના ધ્યેયે આવેલો જે અતીન્દ્રિય
ઉપયોગ તે એવો અપ્રતિહત છે કે કોઇ તેને હરી શકતું નથી, તેના વધતા વિકાસને કોઇ રોકી
શકતું નથી. ઉપયોગ જ્યાં અંતરમાં વળ્યો, અને નિજસ્વભાવને જ કારણપણે સ્વીકારીને
નિર્મળતાના હીલોળે ચડયો, ત્યાં તે ઉપયોગ પોતે સ્વયં હણાતો નથી, તેમ જ નિમિત્તપણે
પણ તેને હણનાર આ જગતમાં કોઇ નથી.
ધર્મીની દ્રષ્ટિમાં ચૈતન્ય દોલતનો અપરંપાર સાગર ઉલ્લસે છે....ક્ષણેક્ષણે
ચૈતન્યધ્યેયે તે વૃદ્ધિગત જ થઇ રહ્યો છે, ત્યાં તેને હણનાર કોણ છે? ચૈતન્યનો ઉપયોગ
કોઇ બહારથી નથી આવ્યો કે બહારના કારણે તે હણાય. ઉપયોગનું ધામ આત્મા છે,
તેમાંથી આવેલા ચૈતન્યના હીરને કોઇ હણી શકનાર નથી. ઉપયોગ જગતથી છૂટો પડીને
ચૈતન્યમાં ગયો ત્યાં હવે નિર્મળતાની વૃદ્ધિ જ છે.
ભાઈ, તારો આત્મા આનંદથી ભરપૂર છે. તેમાં કોઇ ખામી નથી, માટે તારા
ઉપયોગને વાળ અંતરમાં તો તને આનંદ થાય. અરે, તેં તારી ધીકતી ચૈતન્યસંપદાને ન
જોઇ, ને બહારમાં ઝાંવા નાખ્યા, તેમાં તને કાંઇ શાંતિ ન મળી, માટે હવે એ બહારના
વેગથી પાછો વળને ઉપયોગને લઇ જા તારા ચૈતન્યધામમાં. ચૈતન્યધામમાંથી
પરમશાંતિનાં ઝરણાં આવશે. અમૃત વરસે રે ચૈતન્યધામમાં.
અહા, જેના ઉપયોગમાં સિદ્ધનાં ભેટા થયા તેના ઉપયોગને કોણ હણનાર છે? જેમ
સિદ્ધને હણનાર કોઇ આ જગતમાં નથી, તેમ સિદ્ધ જેવા સ્વભાવને ભેટીને પ્રણમેલો જે
નિર્મળ ઉપયોગ તેને પણ હણનાર કોઇ આ જગતમાં નથી. એ તો સિદ્ધપદનો સાધક થયો.
તેને સિદ્ધપદ લેતાં કોઇ રોકી શકે નહિ. કોઇ ભંગ પાડી શકે નહીં.
અરે, સમ્યગ્દર્શન પામેલા તીર્યંચ જેવાને પણ ભલે જ્ઞાન થોડું હોય તોપણ,
અંદરનો ચૈતન્યદરિયો ફાટીને તેમાંથી તે જ્ઞાન આવેલું છે. તે જ્ઞાન ક્ષણેેક્ષણે વૃદ્ધિગત છે,
સ્વભાવના આશ્રયે આવેલી તેની શ્રદ્ધા સિદ્ધભગવાન જેવી છે, તેનું જ્ઞાન કેવળજ્ઞાનીની
જાતનું છે. એના વિકાસને કોઇ રોકનાર નથી. અને અજ્ઞાની જીવ ૧૧ અંગ ૯ પૂર્વ
ભણ્યો હોય, પંચમહાવ્રત પાળતો હોય, પણ સ્વભાવના અવલંબન વગર બહારના
અવલંબને લાભ માનનાર તે અજ્ઞાનીની શ્રદ્ધા વિપરીત