પરલોક સંબંધી આકાંક્ષા રહે તે જીવ પરમાત્મ તત્ત્વના ધ્યાનમાં રહી શકતો નથી. અરે,
મોક્ષસુખની ઈચ્છા તે પણ લોભ છે, તે પણ દોષ અને આસ્રવ છે, ને તેટલો લોભ પણ
મોક્ષસુખને રોકનાર છે. માટે ભાવલિંગી મુનિવરો તો નિર્લોભ થઈને પરમાત્મ તત્ત્વને
ધ્યાવે છે, તેમાં પરમ આનંદરસનો જ પ્રવાહ વહે છે. નીચેની ભૂમિકામાં ધર્મીને જરાક
રાગ હોય છે, પણ તેને તે રાગનો લોભ નથી, આ રાગ ઠીક છે–એવો લોભ નથી
રાગના ફળમાં ઈન્દ્રપદ મળશે–એવો લોભ નથી, વિદેહક્ષેત્રમાં અવતાર થાય તો સારૂં–
એવો પણ લોભ નથી; નિર્લોભ એવા પરમાત્મતત્ત્વને તેણે જાણ્યું છે. સર્વ પ્રકારના
લોભરહિત થઈને પરમાત્મતત્ત્વના ધ્યાનમાં લીનતાથી મોક્ષ થાય છે. મોક્ષપ્રાપ્તિનો
લોભ પણ મોક્ષને અટકાવે છે, તો બીજા લૌક્કિપદાર્થના કે રાગના લોભની તો શી
વાત? અરે જીવ! આવા વીતરાગભાવરૂપ આરાધના તે મોક્ષનું કારણ છે.
સમજે, તે માટે આચાર્યદેવ ચારિત્રનું સ્વરૂપ સ્પષ્ટ દર્શાવતાં કહે છે કે ચારિત્ર આત્માનો
સ્વધર્મ છે, અને તે આત્માનો સ્વભાવ જ છે; રાગ–રોષરહિત જીવના અનન્ય પરિણામ
તે જ ચારિત્રધર્મ છે. તેમાં પરમ સામ્યભાવ છે, ક્્યાંય ઈષ્ટ–અનિષ્ટ બુદ્ધિ નથી. અહા,
બધાય જીવો જ્ઞાનમય સિદ્ધ સમાન છે, વસ્તુદ્રષ્ટિએ જીવ અને જિનવરમાં કાંઈ ફેર નથી,
જિનવર તે જીવ, ને જીવ તે જિનવર; આવી દ્રષ્ટિ તો ચોથા ગુણસ્થાનવર્તી સમ્યગ્દ્રષ્ટિને
પણ હોય છે, તે ઉપરાંત મુનિઓ તો ધ્યાનમાં એવા લીન થયા છે કે વીતરાગ
પરિણામરૂપ સ્વધર્મ પ્રગટ્યો છે, પરિણતિમાં રાગ–દ્વેષ રહ્યા નથી,–આનું નામ
ચારિત્રધર્મ છે. ચારિત્ર એ કોઈ વસ્તુ કે બહારની ક્રિયા નથી, એ તો જીવના અનન્ય
વીતરાગ પરિણામ છે, તેમાં પરમ શાંતિ–નિરાકુળતા છે. અહા, આવી ચારિત્રદશામાં
ઝુલતા સંત મોક્ષને સાધે છે.