આ જીવનો સ્વધર્મ! જેમ જ્ઞાન તે જીવનો સ્વધર્મ છે તેમ આવું ચારિત્ર તે જીવનો
સ્વધર્મ છે, તે જીવથી ભિન્ન નથી. જેમ જ્ઞાન–દર્શન તે આત્માથી જુદાં નથી તેમ ચારિત્ર
પણ આત્માથી જુદું નથી. દેહમાં ચારિત્ર નથી, રાગમાં પણ ચારિત્ર નથી. રાગ તો
આત્માના સ્વભાવથી જુદા પરિણામ છે, સિદ્ધદશામાં તે રાગ નીકળી જાય છે, પણ
ચારિત્ર તો રહે છે. સ્વરૂપમાં સ્થિતિરૂપ તે ચારિત્ર આત્માનો સ્વાભાવિક ગુણ છે, તે
સિદ્ધદશામાં પણ આત્મા સાથે અભેદ રહે છે.
ઉજ્વળ નિર્મળ છે, તેમાં અન્યફૂલના સંસર્ગથી રાતા–કાળા વગેરે રંગની ઝાંઈ દેખાય છે;
તેમ જીવદ્રવ્યમાં સ્વભાવથી રાગ–દ્વેષ મોહ નથી પણ તેના પરિણામ સ્વરૂપથી ચ્યૂત થઈ
પરદ્રવ્ય સાથે સંબંધ કરીને રાગાદિરૂપ થાય છે, તે રાગાદિભાવો ખરેખર તેના સ્વધર્મો
નથી. પરિણમન તો પોતાની પર્યાયમાં છે પણ તે પરિણામ સ્વભાવ સાથે અનન્યભૂત
નથી. માટે તેને સ્વભાવથી અનેરાપણે જાણીને, અને જીવના વિશુદ્ધ ચૈતન્ય સ્વભાવને
જાણીને તેમાં એકાગ્રતાથી વીતરાગી ચારિત્ર પ્રગટ કરવું અને રાગાદિ દોષ ટાળવા એવો
ઉપદેશ છે.
પણ વિનય–બહુમાન ને વાત્સલ્ય આવે છે. શ્રી અરિહંતદેવ તથા સિદ્ધપરમાત્મા પ્રત્યે
અને ગુરુ પ્રત્યે વિનય–બહુમાન અને ભક્તિ આવે છે, ને પોતાના સમાન બીજા સાધર્મી
ધર્માત્માઓ પ્રત્યે અનુરાગ–અનુમોદના આવે છે. મુનિઓને આવો ભાવ હોય છે તેમ
કહેતાં તેના પેટામાં સમકિતી શ્રાવક–ગૃહસ્થોની વાત પણ આવી જાય છે. દેવગુરુ પ્રત્યે,
–સાધર્મી ધર્માત્મા પ્રત્યે જેને વિનય–ભક્તિ–અનુરાગ ન હોય તેને તો ધર્મની પ્રીતિ જ
નથી. ધર્મીની જેને રુચિ પ્રીતિ–નથી તેને ધર્મની જ રુચિ–પ્રીતિ નથી.
વીતરાગતાના ઉપાસક એવા ગુરુ પ્રત્યે વિનય–ભક્તિ–બહુમાન આવે છે. પોતાને
ધ્યાનની રુચિ છે એટલે ધ્યાનવંત ધર્માત્માને દેખાતાં તેમના પ્રત્યે પણ ભક્તિભાવ
આવે છે. કુંદકુંદ આચાર્ય જેવાને પોતાને પણ આવો દેવ–ગુરુની ભક્તિનો ભાવ અને
સાધર્મી પ્રત્યે પ્રમોદ આવે છે. અહા, જેમના નિમિત્તથી આત્મા સમજાયો તેમના પ્રત્યે
પરમ ભક્તિ આવે છે. સમ્યગ્દ્રષ્ટિ જ દેવ–ગુરુ પ્રત્યે સાચી ભક્તિ ઊલ્લસે છે, કેમકે
તેને જ ખરી ઓળખાણ સહિતની ભક્તિ છે. મિથ્યા–