Atmadharma magazine - Ank 245
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 49

background image
ફાગણ: ર૪૯૦ : આત્મધર્મ : ૫ :
દ્રષ્ટિ તો રાગનો કેડાયત છે. રાગના પંથે ચાલનારો છે, તેને વીતરાગ
પરમાત્માની ખરી ભક્તિ હોતી નથી. અને ધર્મી તો વીતરાગનો કેડાયત છે એટલે
વીતરાગ પ્રત્યે ખરી ભક્તિ તેને હોય છે. બહારથી કદાચિત અજ્ઞાનીને અને
જ્ઞાનીને ભક્તિનું સરખાપણું દેખાય, પણ અંતરમાં મોટો આંતરો છે, જ્ઞાનીના
અંતરમાં વીગરાગ સ્વભાવના સેવનપૂર્વકની ભક્તિ છે, અજ્ઞાનીના અંતરમાં
રાગનું જ સેવન છે.
જ્ઞાની શિષ્ય જેનાથી આત્મજ્ઞાન પામ્યો તે ગુરુને કહે છે કે હે ગુરુ! આપના
પ્રતાપે અમે ભવસાગરને તર્યા અનંત ભવસમુદ્રમાંથી આપે અમને પાર ઊતાર્યા...
આપ ન મળ્‌યા હોત તો અમે સંસારમાં રખડતા હોત! આપે અમને પરમકૃપા
કરીને પાર ઊતાર્યા. આપના ચરણના પ્રસાદથી જ અમને રત્નત્રયની
આરાધનાની પ્રાપ્તિ થઈ. આપનો મહા ઉપકાર છે.
એ વાત નેમિચન્દ્રસિદ્ધાંત
ચક્રવર્તીએ ગોમટ્ટસારમાં કરી છે.
સાધર્મી ધર્માત્મા કે ધર્મનું સેવન કરનારા સરખા સાધર્મી–તેના પ્રત્યે જેને પ્રેમ ન
આવે–અનુમોદના ન આવે તેને ધર્મીની ને ધ્યાનની રુચિ જ નથી. ધર્મની પ્રીતી હોય
તેને સમ્યગ્દર્શનાદિ ધરનાર પ્રત્યે પણ પ્રેમ હોય છે. ધર્મ ધર્મી વગર હોતો નથી. ધ્યાનનો
દંભ કરે ને ધ્યાનવંત સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા પ્રત્યે પ્રેમ–વાત્સલ્ય–ભક્તિ ન આવે ધ્યાનની
અનુરક્તિ તેને નથી. અરે, દેવ–ગુરુ ધર્માત્માના અમે દાસાનુદાસ છીએ–એમ જેને
વિનયબહુમાન નથી તેની વૃત્તિ ધર્મમાં નથી, તેની વૃત્તિ બહાર બીજે ક્્યાંક ફરે છે–એમ
સમજવું. જે દેવ–ગુરુની ભક્તિ સહિત છે, અને સંયમી–સાધર્મીઓ પ્રત્યે અનુરક્ત છે તે
જ સમ્યક્ત્વનો ઉદ્વહક છે એટલે કે સમ્યક્ત્વની આરાધના સહિત છે, અને તેજ
ધ્યાનરક્ત હોય છે. જેને દેવ–ગુરુ પ્રત્યે ભક્તિ કે સાધર્મી પ્રત્યે અનુરક્તિ નથી તેને
સમ્યગ્દર્શન કે ધ્યાન હોતું નથી; ધ્યાન તે તો કલ્પનાના તરંગ છે.
ધ્યાન સમ્યગ્દ્રષ્ટિ જ હોય છે. સમ્યગ્દર્શન સહિત જ્ઞાની અંતર્મુહૂર્ત માત્રમાં જે
કર્મો ખપાવશે, તે અજ્ઞાની ઉગ્રતપ વડે પણ ખપાવી શકતો નથી. અજ્ઞાનીના ઉગ્રતપ
કરતાં પણ સમ્યગ્જ્ઞાનનું મહાન સામર્થ્ય છે. જ્ઞાની અંતરમાં ચૈતન્ય ઉપર મીટ માંડીને
એક ક્ષણમાં અનંતા કર્મોને ખપાવી નાખશે. અજ્ઞાની ઘોર તપના કષ્ટ સહન કરીને ઘણા
ભવોમાં જે કર્મ ખપાવશે, તે કર્મો ચૈતન્યની આરાધના વડે જ્ઞાની–ધર્માત્મા તપ વગર
પણ ક્ષણમાત્રમાં ખપાવી નાંખશે. આવું સમ્યગ્જ્ઞાનનું પરમ સામર્થ્ય છે. માટે
સમ્યગ્દર્શન–જ્ઞાનસહિત ચારિત્રની આરાધનાનો ઉપદેશ છે.