તેના પુરુષાર્થનો વેગ સ્વભાવ તરફ હોય છે. તે પરભાવ સામે જુએ નહિ,
પરભાવની પ્રીતિમાં તે અટકે નહિ. ‘આ રાગનો કણિયો શુભ છે તે મને કંઈક
લાભ કરશે, કંઈક મદદ કરશે’ –એમ રાગની સામે જોવા મોક્ષાર્થી જીવ ઊભો ન
રહે,.... એ તો નિરપેક્ષ થઈને વીરપણે વીતરાગસ્વભાવ તરફની શ્રેણીએ ચડે છે.
તીર્થંકરોની ને વીરસંતોની વાણી જીવને પુરુષાર્થ જગાડનારી છે. તે કહે છે કે અરે
જીવ! તું વીતરાગમાર્ગને સાધવા નીકળ્યો–ને ત્યાં વચ્ચે પાછો વળીને રાગની
સામે જોવા ઊભો રહે છે? ––અરે નમાલા! શું તું વીતરાગમાર્ગને સાધવા
નીકળ્યો છો? શું આમ રાગની સામે જોયે વીતરાગમાર્ગ સધાતા હશે? તું
વીતરાગમાર્ગ સાધવા નીકળ્યો ને હજી તને રાગનો રસ છે? ––છોડી દે એ
રાગનું અવલંબન, છોડ એનો પ્રેમ! –ને વીર થઈને ઉપયોગને ઝુકાવ તારા
સ્વભાવમાં. વીતરાગમાર્ગનો સાધક શૂરવીર હોય છે, તે એવો કાયર નથી હોતો
કે ક્ષણિક રાગની વૃત્તિથી લૂંટાઈ જાય. ‘વીરનો મારગ છે શૂરાનો........ કાયરનું
નહીં કામ જો..... ’
જવાની હાક વાગો.... રજપૂતને લડાઈમાં જવાનું થયું; રજપૂત માતાએ હસતે
મુખડે દીકરાને વિદાય આપી. બહાદૂર રજપૂતાણીએ પણ બહાદૂરીથી પતિને
વિદાય આપી. પણ––તે રજપૂત લડાઈમાં