Atmadharma magazine - Ank 245
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 22 of 49

background image
ફાગણ: ર૪૯૦ : આત્મધર્મ : ૭ :
જતાં જતાં નવી પરણેલી પત્ની ઉપર ઘણા પ્રેમને લીધે વારંવાર પાછો વળીને
તેના મોઢા સામે જોયા કરે....ઝટ તેના પગ ઉપડે નહિ. ખરે ટાણે તેની આ ઢીલાશ
જોઈને વીર રજપૂતાણીથી રહેવાયું નહિ, હાકલ પાડીને તેણે કહ્યું: ઊભા રહો. આ મોઢું
ભેગું લેતા જાવ એટલે તમારું ચિત્ત લડાઈમાં લાગે.––એમ કહીને તેણે પોતાનું માથું
કાપીને તેની સામે ધરી દીધું. રજપૂત તો આભો જ બની ગયો..... તેની માતા કહે છે:
અરે કાયર! તેં રજપૂતાણીના દૂધ પીધા છે તે આ લડાઈમાં જવાના શૂરવીર થવાના
ટાણે બાયડીનું મોઢુ જોવા તું રોકાણો? છોડ એ વૃત્તિ! શું આ રાગની વૃત્તિમાં રોકાવાના
ટાણાં છે? અરે, આ તો શૂરવીર થઈને શત્રુને જીતવાના ટાણાં છે, અત્યારે રાગની
વૃત્તિમાં રોકાવાનું ન હોય.... તેમ––
જે જીવ ચૈતન્યને સાધવા નીકળ્‌યો, ને એમ કહે કે રાગથી કાંઈક લાભ થશે,
કગાંક રાગના અવલંબનથી જરાક લાભ થશે,––એમ રાગની વૃત્તિ સામે જોઈને
કાયરપણે જે અટક્યો છે, ને અંતરમાં ચૈતન્યમાં ઝુકાવતો નથી. એવા કાયરજીવને
જિનવાણી માતા કહે છે કે અરે જીવ! તું શૂરવીર થઈને ચૈતન્યને સાધવા નીકળ્‌યો છો,
તું વીરમાર્ગમાં મોહને જીતવા નીકળ્‌યો છો, તો રાગની રુચિ તને ન પાલવે. રાગની
સામે જોઈને રોકવાના આ ટાણાં નથી; આ તો રાગની રુચિ તોડીને શૂરવીરપણે
મોહશત્રુને મારવાના ને ચૈતન્યને સાધવાના ટાણાં છે. વીરમાર્ગના સાધક શૂરવીર હોય
છે, તે એવા કાયર નથી હોતા કે રાગની વૃત્તિમાં અટકી જાય. વીરનો વીતરાગમાર્ગ
શૂરાનો છે. એ તો રાગના બંધન તોડીને શૂરવીરપણે મોહશત્રુને હણે છે ને ચૈતન્યને
સાધે છે.
કહાન વાણીના કણિયા
(અષ્ટપ્રાભૃત પ્રવચનોમાંથી)
* રત્નત્રયની આરાધનામાં સ્વદ્રવ્યનું જ સેવન
છે, પરદ્રવ્યનું સેવન નથી. આવા રત્નત્રયને
જે જીવ આરાધે છે તે આરાધક છે. અને એવા
આરાધક જીવ રત્નત્રયની આરાધનાવડે
કેવળજ્ઞાન પામે છે, એ વાત જિનમાર્ગમાં
પ્રસિદ્ધ છે. રત્નત્રયની આરાધના પરના
પરિહારપૂર્વક આત્માના ધ્યાનથી થાય છે.
* સમ્યગ્દર્શનથી જે શુદ્ધ છે તે સિદ્ધ છે. સમ્યગ્દર્શનનો આરાધક
જીવ અલ્પકાળે સિદ્ધિ પામે છે સમ્યગ્દર્શન વગરનો જીવ
ઈષ્ટસિદ્ધિને પામતો નથી. આ રીતે મોક્ષની સિદ્ધિ માટે
સમ્યગ્દર્શનની આરાધના પ્રધાન છે.