: ૧૦ : આત્મધર્મ પોન્નૂર યાત્રા–અંક
મન લાગ્યું રે કુંદકુંદ દેવમાં....
પોન્નૂર–તીર્થધામની અતિશય ઉમંગભરી યાત્રા પ્રસંગે માહ સુદ
૧૩ના રોજ પૂ. ગુરુદેવે ભાવભીના ચિત્તે ગવડાવેલું કુંદકુંદપ્રભુનું સ્તવન
ધન્ય દિવસ ધન્ય આજનો ધન્ય ધન્ય ઘડી તેહ
ધન્ય સમય પ્રભુ માહરો દરિશણ દીઠું આજ....
મન લાગ્યું રે મારું મુનિવરા....
મન લાગ્યું રે કુંદદેવમાં...
મન લાગ્યું રે મારા નાથમાં....
દર્શન–જ્ઞાન–ચારિત્રથી સાધ્યો સાધક ભાવ,
ચારિત્રદશા આરાધીને સાધ્યા ચૈતન્ય રાજ... મન લાગ્યું રે....
સીમંધર દેવનાં દર્શન કરી, હર્ષે આવ્યા નાથ,
ભવ્યો પર કરુણા કરી, તાર્યા તારણહાર.... મન લાગ્યું રે....
અણમૂલા શાસ્ત્રો રચી, અણમૂલા ભર્યા ભાવ,
ચાર સંઘ પર ઉપકાર કર્યો.... થંભાવ્યો શાસન રાહ.... મન લાગ્યું રે....
(મારા ગુરુ પર ઉપકાર કર્યો, થંભાવ્યો શાસન રાહ.... મન લાગ્યું રે....)
રજકણ રજકણ પાવન થયા, પાવન પોન્નૂરગિરિ ધામ....
–પાવન થયા વન ને પહાડ....
પાવન કુંદકુંદ વિચર્યા, ધન્ય ધન્ય આ ધામ.... મન લાગ્યું રે....
ધન્ય ભૂમિ ધન્ય ધૂળને, ધન્ય હૂઆ અમ ભાગ્ય,
સંઘ સાથે (ગુરુવર સાથે) દર્શન થયા, નીરખ્યા પવિત્ર ધામ... મન....