કુંદકુંદપ્રભુની સમાધિભૂમિમાં તુમસે લગની લાગી....તુમસે લગની...
કુંદકુંદપ્રભુના પાવનચરણે કુંદનગિરિ ઊજિયારી...
આ તપોભૂમિમાં ધ્યાન જ ધરતા મુનિવર આતમરામી....
મુનિવર આતમધ્યાની પ્રભુજી....તુમસે લગની લાગી....તુમસે લગની...
અંતરના એ ભક્તિભાવે સાક્ષાત્ પ્રભુને ભેટયા....
સાક્ષાત્પ્રભુને ભેટયા. મુનિવર... તુમસે લગની લાગી.... તુમસે લગની...
શાસ્ત્રોમાં એ ભાવ ગૂથીને મુક્તિમાર્ગ બતાવ્યા....
મુક્તિમાર્ગ બતાવ્યા. મુનિવર.... તુમસે લગની લાગી.... તુમસે લગની...
લબ્ધિધારી આતમરામી બહુશ્રુતધારી જ્ઞાની,
બહુશ્રુતધારી જ્ઞાની મુનિવર.... તુમસે લગની લાગી.... તુમસે લગની...
કુંદગિરિમાં કુંદપ્રભુનાં પાવન ચરણો સોહે,
તુજ ચરણોનાં દર્શન કરતાં ગુરુવરનાં મન મોહે,
ગુરુવરનાં મન મોહે.... મુનિવર... તુમસે લગની લાગી.... તુમસે લગની...