Atmadharma magazine - Ank 245
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 27 of 49

background image
: ૧૨ : આત્મધર્મ પોન્નૂર યાત્રા–અંક
તુજ ચરણોથી વસુન્ધરા આ પાવન થઈ છે ભારી,
ગુરુવર સાથે દર્શન કરતાં આનંદ અપરંપારી,
આનંદ અપરંપારી મુનિવર....તુમસે લગની લાગી....તુમસે લગની
...
ગુરુવર સાથે યાત્રા કરતાં આનંદ અપરંપારી,
તીર્થભૂમિનાં દર્શન કરતાં ગુરુવર મારા હરખે,
ગુરુદેવે આ ધામ બતાવ્યા ધન ધન ભાગ્ય હમારા,
ધનધન ભાગ્ય હમારા....મુનિવર....તુમસે લગની લાગી....તુમસે લગની
...
પ ર સ મ ણ : : : અપ સમન બનય.
સત્પુરુષ ઉપકારઅર્થે જે ઉપદેશ કરે છે તે શ્રવણ કરે ને
વિચારે તો જીવના દોષો અવશ્ય ઘટે; પારસમણિનો સંગ થયો
ને લોઢાનું સુવર્ણ ન થયું તો કાં તો પારસમણિ નહીં અને કાં તો
ખરૂં લોઢું નહીં. તેવી જ રીતે જે ઉપદેશથી સુવર્ણમય આત્મા ન
થાય તે ઉપદેષ્ટા કાં તો સત્પુરુષ નહીં અને કાં તો સામો માણસ
યોગ્ય જીવ નહીં. યોગ્ય જીવ અને ખરા સત્પુરુષ હોય તો ગુણો
પ્રગટ્યા વિના રહે નહીં.
(શ્રીમદ્રાજચંદ્ર ઉપદેશછાયા: ૮)