Atmadharma magazine - Ank 245
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 49

background image
પોન્નૂર યાત્રા–અંક આત્મધર્મ : ૧૩ :
આચાર્યદેવ નિજવૈભવ દેખાડીને
સ્વઘરમાં વાસ્તુ કરાવે છે
ફાગણ સુદ ૧૧ ના દિને રાજકોટમાં શેઠ મોહનલાલ
કાનજીભાઈ ઘીયાના સુપુત્ર રતિલાલભાઈના મકાનના
વાસ્તુ પ્રસંગે પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી.
મોક્ષાર્થીની કાર્યસિદ્ધિ ચૈતન્યના અનુભવરૂપ
સમ્યગ્દર્શનથી જ થાય છે; માટે સાચો કાર્યકર્તા તે છે કે
જેણે સ્વાનુભવવડે સમ્યગ્દર્શન કાર્ય કર્યું.
આ જગતમાં ભગવાન આત્મા સર્વોત્કૃષ્ટ પદાર્થ છે; આવા આત્માને દ્રષ્ટિમાં
લઈને અનુભવ કરવામાં કોઈ બીજાની કે રાગની મદદ નથી. ચૈતન્યસ્વભાવ આત્મા છે
તે જ સૌથી ઈષ્ટ પદાર્થ છે, તેને બીજો કોઈ પર પદાર્થ નથી તો ઈષ્ટ કે નથી અનીષ્ટ;
એટલે ક્્યાંયક રાગ–દ્વેષ કરવાનું તેના સ્વરૂપમાં નથી. શરીર તો જડ છે, ને અંદર
પાપની કે પુણ્યની જે વૃત્તિ ઊઠે છે તેનાથી પણ ભગવાન આત્મા પાર છે; તે પોતે
આનંદરસથી ભરેલો છે. શુદ્ધનયવડે આવી નિર્વિકલ્પ વસ્તુનો અનુભવ થાય છે. એ
શુદ્ધનય પોતે પણ નિર્વિકલ્પ છે. આવા શુદ્ધનયવડે ભગવાન આત્માને દેખતાં અતીન્દ્રિય
આનંદનું વેદન આવે તે ધર્મ છે; તે સમ્યગ્દર્શનની રીતે છે. આવા આત્માનો અનુભવ તો
બહુ આગળની વાત છે, તે પહેલાંં સત્સમાગમે તેનો પરિચય કરીને આ વાત લક્ષમાં
લેવી જોઈએ. શુદ્ધનયનું યથાર્થ લક્ષ પણ જીવે કદી કર્યું નથી. ભગવાન કુંદકુંદાચાર્ય
વિદેહક્ષેત્રમાં જઈ સાક્ષાત્ સીમંધર પરમાત્મા પાસેથી દિવ્યધ્વનિમાં જે સાંભળી આવ્યા
ને અંતરમાં જે અનુભવ્યું તે આ સમયસારમાં બતાવ્યું છે. તેમાં કહે છે કે અરે જીવ!
શુદ્ધચૈતન્યસ્વરૂપ આ આત્મા પરથી ભિન્ન છે–એની વાત રુચિથી–પ્રીતિથી તેં કદી
સાંભળી નથી, પરિચયમાં લીધી નથી કે અનુભવમાં લીધી નથી. તે વાત હું તને સમસ્ત
નિજવૈભવથી બતાવું છું; તો તું પણ તારા નિજવૈભવથી તે અનુભવમાં લેજે. જુઓ, આ
નિજવૈભવ દેખાડીને આચાર્યદેવ સ્વઘરમાં વાસ્તુ કરાવે છે.
આ ચૈતન્યપ્રભુ આત્મા ચેતનાલક્ષણસહિત બિરાજમાન છે. આ ચેતનાલક્ષણમાં
કર્મચેતના નથી, હર્ષશોકરૂપ કર્મફળચેતના પણ તેમાં નથી; ચેતનાલક્ષણ તો રાગથી પાર