: ૧૪ : આત્મધર્મ પોન્નૂર યાત્રા–અંક
ને હર્ષશોકથી પાર છે. જે ચેતના આત્માને ચેતે–જાણે તે જ ખરું ચેતનાલક્ષણ છે.
અજ્ઞાનભાવે અનાદિથી અશુદ્ધ વેદન કરી રહ્યો છે. તેને બદલે ‘હું જ્ઞાતા છું’ એવી
અંતરદ્રષ્ટિ વડે શુદ્ધતાનું ને શાંતિનું વેદન પણ પોતે કરી શકે છે. આ ચૈતન્યના સ્વાદનું
વર્ણન વાણીમાં આવી શકે નહિ. જડના સ્વાદથી તો જુદો ને રાગના સ્વાદથી પણ પર–
એવો જે શાંતઅનાકુળ સ્વાદ, તેનો પિંડ આત્મા છે. આ ભાષામાં કે રેકોર્ડિંગની પટ્ટીમાં
શબ્દો ઊતરે છે, કાંઈ અરૂપી આત્મા એમાં નથી ઊતરતો. અરૂપી આત્મા જ્યાં રાગના
વેદનમાંય નથી આવતો, ત્યાં જડ વાણીમાં તો તે ક્્યાંથી આવે? સમ્યગ્દર્શના પ્રથમ
દરજ્જે એટલે કે ધર્મની શરૂઆતના કાળે પ્રથમ આવો આત્મસ્વાદ આવે છે. એના
મહિમાની અપારતા છે. જિનવાણી માતા એનાં ગુણગાનના હાલરડાં ગાય છે.... જેમ
લૌક્કિમાં માતા હાલરડાં વડે બાળકનાં વખાણ સંભળાવીને તેને સુવડાવે છે.... કેમ કે
પોતાનાં વખાણ ગોઠે છે એટલે તે સાંભળતાં સૂઈ જાય છે; તેમ જિજ્ઞાસુને આત્માના
નિજગુણની પ્રીતિ છે. ભગવાન તીર્થંકરદેવ અને તેમના પ્રતિનિધી સંત–મુનિવરો
જિનવાણીરૂપી હાલરડા વડે ગુણગાન કરીને આત્માને જગાડે છે: અરે જીવ! જાગ!
તારો આ અચિંત્ય મહિમા દેખ! આવા આત્માને દ્રષ્ટિમાં લઈને પછી અંતરમાં
લીનતાથી અતીન્દ્રિય આનંદના ઝૂલે ઝલે તેનું નામ ચારિત્રદશા અને મુનિપણું છે.
આવો આત્મા જેણે દ્રષ્ટિમાં લીધો તે પૂર્ણાનંદના પંથે ચડયો, તે મોક્ષના પંથે વળ્યો.
અહા, ચૈતન્યના અનુભવ પાસે ઈંદ્રના ઈન્દ્રાસન પણ તૂચ્છ લાગે છે. ચક્રવર્તીના વૈભવ
પણ તરણાં જેવા લાગે છે. અરે, ચૈતન્યના અનુભવને કોની ઉપમા અપાય? એની
ઉપમા આપી શકાય એવો કોઈ પદાર્થ જગતમાં નથી. જ્યાં આવો આત્મા સ્વાદમાં
આવ્યો ને સમ્યગ્દર્શન થયું ત્યાં ધર્મીજીવ નિજકાર્યનો કર્તા થયો, તે જ ધર્મનો ખરો
કાર્યકર્તા છે. બહારનાં કાર્ય તો કોણ કરે છે? મોક્ષાર્થીની કાર્યસિદ્ધિ તો ચૈતન્યના
અનુભવરૂપ સમ્યગ્દર્શનથી જ થાય છે. માટે સાચો કાર્યકર્તા તે છે કે જેણે સ્વાનુભવ વડે
સમ્યગ્દર્શનરૂપ કાર્ય કર્યું.
જાગૃતિ
મુમુક્ષુમાત્ર સમ્યગ્દ્રષ્ટિ જીવ સમજવા નહિ.
જીવને ભુલવણીનાં સ્થાનક ઘણાં છે, માટે વિશેષ વિશેષ જાગૃતી રાખવી;
મુંઝાવું નહિ, મંદતા ન કરવી. પુરુષાર્થધર્મ વર્ધમાન કરવો.
શ્રીમદ્ રાજચંદ્ર