: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૧૦ :
શરીરનો અધ્યાસ ઘણાકાળનો છે, માટે ભિન્નતાનો વિચાર કરવો... અત્યારે
નિવૃત્તિનો વખત કરવો.... અત્યારે નિવૃત્તિનો વખત છે. કંઈક નવું કરવું. દેહનું લક્ષ
છોડીને ચૈતન્યના અમૃત ઉપર દ્રષ્ટિ મુકવા જેવું છે.
અંદરની ગુપ્ત ગુફામાં અખંડ આનંદમૂર્તિ આત્મા બેઠો છે, તે અમર છે. એનું લક્ષ
કરવું. શરીરનું તો થયા કરે. એક માણસને આઠઆઠ વર્ષ સુધી એવો રોગ રહ્યો કે
શરીરમાં ઈયળો પડેલી... એમાં શું છે? દ્રષ્ટિ ત્યાંથી ખેંચી લેવી. આપણે તો આત્માના
અસ્તિત્વ વગેરે ગુણોનો વિચાર કરવો. આત્મા આનંદકંદ છે.
આપણે તો આત્માનું સંભાળવાનું છે. આ શરીરનો રોગ તો ઠીક, પણ મુખ્ય રોગ
આત્માનો છે. ‘આત્મભ્રાંતિ સમ રોગ નહિ... ’ એ અનાદિનો રોગ છે તે મટાડીને
આત્માનું સારૂં કરવાનું છે. ‘આત્મા શુદ્ધ–બુદ્ધ–ચૈતન્યઘન છે... ’ બસ, એના જ વિચાર
કરવા. ગભરાવું નહિ; આ પોતાનું હિત કરવાનો ટાઈમ છે. આત્મા સહજાનંદમૂર્તિ છે–
એનો વિચાર કરવો.
આત્મા અસંખ્યપ્રદેશી, અખંડ, અનંત ગુણનું ધામ છે, સમયે સમયે જે પરિણામ
થાય તેનો તે જોનાર–જાણનાર છે. એ જ સમાધિનો મંત્ર છે. આવો મનુષ્યદેહ મળ્યો;
સત્સમાગમનું આવું સાધન મળ્યું, ––પછી શું છે? બસ, જ્ઞાનસ્વરૂપ આત્માની ભાવના
ભાવવી.. ઉત્સાહ રાખવો...
શરીરમાં રોગાદિ તો આવે, અંદરમાં બહાદૂર થતાં શીખવું જોઈએ. જુઓને,
આત્મા તો દેખનારો, જ્ઞાન–શાંતિનું ધામ છે... અંદર કફ રહી ગયો–તેનોય જાણનાર છે.
કોઈની પર્યાય કોઈમાં આવે નહિ. સૌ પોતપોતાની પર્યાયમાં પડ્યા છે. શરીરને આત્મા
અડતોય નથી. ખાલી કલ્પના કરે છે કે આમ કરું તો આમ થાય. શરીરમાં રોગ આવે ને
બધું થાય, ––અંતરમાં આત્માનો પુરુષાર્થ કરવાનો છે. આત્મા જ્ઞાનાનંદસ્વરૂપ છે––તેનું
ભાન કરવું––એ જ ખરો મંત્ર છે. રાગથી પણ રહિત છે ત્યાં દેહની શી વાત? ––એવા
શુદ્ધ નિરંજનચૈતન્યનો વિચાર કરવા જેવો છે, તેને લક્ષમાં લઈને તેનું મનન કરવા જેવું
છે. બાકી આ દેહની ચિંતા કરવાથી કાંઈ તેનું નથી મટવાનું; એનું લક્ષ કરવાથી કે એના
વિચાર કર્યાં કરવાથી કાંઈ એ મટવાનું નથી. ––તેમાં ધીરજ રાખવી ને આત્માના
વિચારમાં મન પરોવવું. ––તેમાં જ શાંતિ છે. બહારનું કાંઈ ધાર્યું થોડું થાય છે? –એ તો
પરમાણુની પર્યાય છે.
શરીર શિથિલ થઈ ગયું, રોગાદિ આવ્યા ને દેહ છૂટવાનાં ટાણાં આવ્યા... હવે
દુશ્મન સામે તૈયાર થઈ જાવ... રાગ અને મોહરૂપી દુશ્મન સામે કમ્મર કસો... હું તો સિંહ
જેવો છું––એમ પુરુષાર્થ શું કરવા ન થાય? રોગની વેદના કાંઈ આત્મામાં થાતી નથી,
આત્મા તો જાણનાર છે––એનું લક્ષ રાખવું. હું ને દેહ જુદા છીએ, જ્ઞાન અને શાંતિનો