: પ્ર. ચૈત્ર : આત્મધર્મ : ૧૧ :
પિંડ મારો આત્મા છે––તેનું ગ્રહણ કરવું. આત્માનું રટણ કરવું––તે જ
કરવાનું છે. ‘હું જાણનાર છું, મારામાં વેદના નથી, દુઃખ નથી, વ્યાધિ નથી; હું
જ્ઞાનને આનંદનો પિંડ છું. ’ પોતે પોતાનું કામ કરવું. જાગૃતી રાખવી; શાંતિ
રાખવી. આ તો આરાધનાનો કાળ આવ્યો છે––માટે એના વિચાર કરવા. કોઈ
સંભળાવે, ન સંભળાવે, પણ પોતે પોતાનું રટણ ચાલુ રાખવું.
ભાઈ, શરીર તારું કહ્યું નથી માનતું
તો તેના ઉપર પ્રેમ શા માટે કરે છે?
ગુરુદેવ વૈરાગ્યનો ઉત્સાહ જગાડતાં કહે છે કે: ભાઈ શરીરમાં ફેરફાર થાય
તેમાં આત્માને શું? વિકલ્પને ચિંતા કરવાથી શું મળે છે? ચિન્તા શરીરને કામ
આવે તેમ નથી, તેમ ચિંતા આત્માનેય કામ આવે તેમ નથી––આમ બંને બાજુથી તે
નિરર્થક છે. શરીર થોડું જ કાંઈ તારું માનવાનું છે? આનંદને શાંતિ બધું આત્મામાં
છે, બાકી આ ધૂળના ઢીંગલામાં કાંઈ નથી; મફતનો આમથી આમ, ને આમથી તેમ
કર્યાં કરે છે. શરીર તો છોડીને જવાનું છે, તે કાંઈ રહેવાનું નથી.
અરે, આ શરીર તારું કહ્યું માનતું નથી તો તેની સાથે પ્રેમ શું કરવા કરે છે?
પોતાનું માને નહિ એના ઉપર પ્રેમ શેનો? શરીરમાં આત્માનું ધાર્યું થાય નહિ.
શરીરની ક્રિયા તે જડની ક્રિયા છે. જુઓને, સમયસાર વગેરેની ટીકામાં છેલ્લે
આચાર્યદેવ કહે છે કે આ ટીકાના શબ્દોની રચના––એ પરમાણુથી બનેલી છે, તે
મારું કાર્ય નથી. જ્યાં ટીકા લખવાની આવી સ્થિતિ.. ત્યાં આ તો ઠેઠ ક્્યાં આવ્યું!
આત્મા અંદર એકલો અબંધસ્વરૂપ છે. અંતર્મુખ થઈને તેમાં જેટલો રોકાય
તેટલો જ લાભ છે, શુભાશુભ વિકારમાં રોકાયેલો છે તેટલું નુકશાન છે. બાકી તો
બહારમાં જેમ છે તેમ છે. આ શરીરની સ્થિતિ જુઓને! સંસાર એવો જ છે.
પરવસ્તુ તારાથી તદ્ન જુદી–તેમાં તું શું કર?
શરીર નબળું પડ્યું... પણ જે આપણી સામું થાય, જે આપણું ધાર્યું ન કરે
તેના સામે શું જોવું? આ શરીર તો આડોડિયું છે... એ તો ઉંટના અઢારે અંગ
વાંકા–જેવું છે. એની તો ઉપેક્ષા કરવા જેવી છે કે જા, તારા સામે હું નથી જોતો!
જેમ ઘરમાં કોઈ સામું થાય, આડોડાઈ કરે તો તેની સાથે વ્યવહાર શું કરવો? ––
તેને ઘરમાં કોણ રાખે? તેમ શરીર તો આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળું છે, એ
ઘડીકમાં ફરી જાય ને આડું ચાલે, એની સાથે સંબંધ શું કરવો? એનું લક્ષ તોડી
નાખવું. અંદર રાગ રહિત આત્મા ચૈતન્યસૂર્ય બિરાજે છે તેની સામે જો. દેહની
અનુકૂળતામાં કે રાગમાં આનંદ માને છે તે તો દુઃખ છે; ચૈતન્યસ્વભાવ આનંદરૂપ
છે તેનું લક્ષ કરવું.
શુદ્ધ જ્ઞાનરૂપી આત્મા આ દેહદેવળમાં સંતાણો છે. ભાઈ! જ્યાં તારા
શરીરના પરમાણુ ફરવા માંડ્યા ત્યાં તેને કોણ રોકે? કાં જ્ઞાતા રહીને જાણ... ને કાં
વિકલ્પ કરીને દુઃખી થા. પોતાના અસ્તિત્વ, વસ્તુત્વ વગેરે ગુણો