Atmadharma magazine - Ank 246
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 37

background image
: ૨ : આત્મધર્મ : પ્ર. ચૈત્ર:



પ્રવાસ દરમિયાન તા. ૧૩–૩–૬૪ ના રોજ સાંજે જેતપુરથી પૂ. ગુરુદેવ વગેરે
ગીરનાર સિદ્ધિધામના દર્શન કરવા પધાર્યા હતા. તળેટીમાં જઈને એ પાવન
સિદ્ધિધામના, તથા નેમિનાથ ભગવાનના દર્શન કર્યાં હતા. પોરબંદરમાં આઠ દિવસ
દરમિયાન ઘણા જિજ્ઞાસુઓએ લાભ લીધો હતો. પોરબંદરના મહારાણાશ્રી વગેરે પણ
પ્રવચનમાં આવ્યા હતા. પોરબંદરથી લાઠી થઈને પૂ. ગુરુદેવ તા. ર૩ ના રોજ
સાવરકુંડલા પધાર્યા, ત્યાં આઠ દિવસ રહ્યા; છેલ્લે દિવસે કાનાતળાવ ગામે પધાર્યા હતા;
ત્યાં આખા ગામે ઉત્સાહથી ભાગ લીધો હતો. ત્યારબાદ મોટા આંકડિઆ થઈને તા.
બીજી એપ્રીલે ગુરુદેવ જન્મનગરી ઉમરાળામાં પધાર્યા. આ પ્રસંગે સોનગઢ વગેરેથી પણ
અનેક ભક્તજનો ઉમરાળા આવેલા ને ત્યાં બે દિવસ ઉત્સવ જેવું વાતાવરણ રહ્યું.
પ્રવચનો ઉપરાંત પૂજનભક્તિ તેમજ રાત્રિચર્ચાના કાર્યક્રમો હતા. પૂ. બેનશ્રીબેને
અદ્ભુત ઉમંગથી જન્મધામમાં ભક્તિ કરાવી હતી.
ઉમરાળાથી ગઢડા તરફ જતાં (તા. ૪–૪–૬૪ની સવારમાં) ગુરુદેવ સોનગઢ
થોડીવાર પધાર્યા હતા.. બરાબર ત્રણ મહિને સીમંધરનાથના દર્શન કરતાં ગુરુદેવને ઘણી
પ્રસન્નતા અને શાંતિની ઉર્મિઓ જાગતી હતી... ગુરુદેવના દર્શનથી સોનગઢવાસી
ભક્તજનોને ખૂબ આનંદ થયો હતો.
હવે ગુરુદેવ ગઢડા, પાટી, રાણપુર, બોટાદ, અમદાવાદ થઈને મુંબઈ તરફ
પધારશે. ચૈત્ર સુદ ૧૩ અમદાવાદમાં ઉજવાશે. મુંબઈ તા. ૩–પ–૬૪ ને રવિવારે પહોંચશે
તા. ૧૩–પ–૬૪ (વૈશાખ સુદ ર) હીરકજયંતીમહોત્સવ, તથા તા. રર–પ–૬૪ (વૈશાખ
સુદ ૧૧) દાદરજિનમંદિર–પ્રતિષ્ઠા મહોત્સવ છે.
* દાદર (મુંબઈ) માં જે સમવસરણમંદિર અને જિનમંદિર થયેલ છે તેની પંચ–
કલ્યાણક–પ્રતિષ્ઠાનો મહોત્સવ, તેમજ ગુરુદેવની હીરકજયંતિનો મહોત્સવ મુંબઈ
શહેરમાં આઝાદ મેદાનમાં ઉજવવાનું નક્કી થયું છે.