Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૨૧ઃ
પણે પણ કથંચિત્ સત્ છે–એમ નથી. પણ ‘જ’ વસ્તુસ્થિતિનો નિર્ણય કરાવે છે કે
નિશ્ચય તે નિશ્ચયપણે જ સત્ છે, અને વ્યવહાર વ્યવહારપણે જ સત્ છે. એટલે બન્નેની
એકબીજામાં ભેળસેળ નથી.–બન્નેની એકતા નથી. જેમ જીવ અને અજીવ એકબીજાપણે
નથી. તેથી બન્નેનું કાર્ય પણ જુદું છે. એ જ રીતે ઉપાદાન નિમિત્તમાં પણ સમજવું,
ઉપાદાન ઉપાદાનપણે અસ્તિરૂપ જ છે, તે નિમિત્તપણે નથી જ; નિમિત્ત નિમિત્તપણે
અસ્તિરૂપ જ છે ને ઉપાદાનપણે નથી જ. એટલે બન્નેને એકતા નથી, બન્ને જુદા છે,
બન્નેનું કાર્ય પણ જુદું છે. આમ ‘જ’ હોવા છતાં તેમાં એકાન્તવાદ વિષ નથી પણ
સ્યાદ્વાદરૂપ અમૃત વડે તે વિષ દૂર થઇ ગયું છે.
આત્મા એકાંત નિત્ય જ છે, ને પર્યાયપણે પણ અનિત્ય નથી એમ જો માને
તો તેમાં સ્યાદ્વાદરૂપ અમૃત વગરનો ‘જ’ આવે તે ઝેર છે. પણ આત્મા નિત્ય જ
છે, સ્યાત્ એટલે કે દ્રવ્ય અપેક્ષાએ; એમ જો સ્યાદ્વાદ અનુસાર કહેવામાં આવે તો
તેમાં ‘જ’ હોવા છતાં એકાંતરૂપ ઝેર નથી પણ તે તો યથાર્થ વસ્તુ સ્થિતિનો
નિર્ણય કરાવનાર અમૃત છે. આ રીતે સ્યાદ્વાદ અનુસાર વસ્તુસ્થિતિનો યથાર્થ
નિર્ણય કરનાર જીવને પોતામાં મિથ્યાત્વરૂપ વિષ દૂર થઇને સમ્યગ્જ્ઞાનરૂપ અમૃત
પ્રગટે છે.
ઇન્દ્રિયવિષય–કષાયરૂપ દુર્દમ અશ્વ, વૈરાગ્યરૂપી
લગામથી અને ધ્યાનરૂપી ચાબુકથી વશીભૂત થાય છે.
ઇન્દ્રિય વિષયકષાયરૂપ સર્પને કઇ રીતે રોકવો?–કે
ધ્યાનરૂપી ઔષધવડે અને વૈરાગ્યરૂપ મંત્રવડે ઇન્દ્રિય
વિષય–કષાયરૂપ સર્પને રોકી શકાય છે.
(ભગવતી આરાધના પૃ. ૨૪૯)