Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 29 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૨૨ઃ વૈશાખ સુદ ૨
ચાલો દાદાને દરબાર
( સો રાજકુમારની વાર્તા)
‘જૈન બાળપોથી’ પછીના હવે પછી તૈયાર થનાર
બાલસાહિત્યનો એક નમૂનો અહીં આપ્યો છે. બાળકો,
આ વાર્તામાં જીવ અને અજીવ વસ્તુની સમજણ
આપવામાં આવી છે, તે તમે સમજજો....અને એ
રાજકુમારોના જીવનનો આદર્શ તમારા જીવનમાં
ઉતારજો.
(૧)
ઋષભદેવ ભગવાનના જમાનાની આ વાત છે. આજથી લાખો–કરોડો ને
અબજો કરતાંય વધુ વર્ષો પહેલાં ભગવાન ઋષભદેવ આ ભરતભૂમિમાં વિચરતા હતા.
તે વખતે તેમના પુત્ર ભરત ચક્રવર્તી આ ભરતક્ષેત્ર ઉપર રાજ્ય કરતા હતા. તે વખતે
જૈનધર્મની ઘણી જાહોજલાલી હતી ને ઘર્મકાળ વર્તતો હતો. અનેક કેવળીભગવંતો,
સંતમુનિઓ અને ધર્માત્માઓ આ ભૂમિમાં વિચરતા હતા.
ભરત મહારાજાને ઘણા પુત્રો હતા; તે બધાનું રૂપ ઇન્દ્રને પણ આનંદ
ઉપજાવનારું હતું. પરંતુ બાળકો, એ ધ્યાન રાખજો કે તે રૂપ તો શરીરનું છે, આત્માની
શોભા તેનાથી નથી, આત્માની શોભા તો ધર્મથી છે. ભરતના રાજકુમારો ધર્મી હતા,
આત્માને જાણનારા હતા, વળી તે રાજકુમારો મોક્ષમાં જનારા હતા.
(૨)
એકવાર નાની ઉમરના ૧૦૦ રાજકુમારો વનમાં રમવા ગયા; ત્યાં ગેડી–દડાની
રમત રમતા હતા. જેમ અજ્ઞાનને લીધે જીવ સંસારની ચાર ગતિમાં આમથી તેમ રઝળે
છેે તેમ, રમતમાં ગેડીના ફટકાથી દડો ચારે દિશામાં ઊછળતો હતો, એ રમનારા બાળકો
તો જ્ઞાની અને વૈરાગી હતા. તેથી રમતમાંથી પણ એવું જ્ઞાન મેળવતા હતા કે–