શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૨૪ઃ વૈશાખ સુદ ૨
સૂર્યરાજઃ– જીવમાં જ્ઞાન સાથે સુખ છે, અસ્તિત્વ છે, દર્શન છે; એવા તો પાર
વગરના ગુણો તેમાં રહેલા છે.
રવિકીર્તિઃ– આ ગેડીદડો તો અજીવ વસ્તુ છે, તેનામાં જ્ઞાન નથી, તો બીજું કાંઇ
તેનામાં હશે?
સૂર્યરાજઃ– હા. જીવ કે અજીવ દરેક વસ્તુમાં ગુણોનો સમૂહ હોય છે. ગુણોના
સમૂહને જ વસ્તુ કહેવાય છે.
(૪)
ચર્ચા સાંભળીને બધા રાજકુમારો બહુ ખુશી થયા અને કહેવા લાગ્યા કેઃ વાહ!
આજે જીવ અને અજીવની બહુ સરસ ચર્ચા થઈ. અનંગરાજ! હવે તમે આખી ચર્ચાનો
સાર ટૂંકમાં કહો.
અનંગરાજ કહેવા લાગ્યાઃ
જેનામાં ગુણોનો સમૂહ હોય તેને વસ્તુ કહેવાય છે.
વસ્તુઓ બે જાતની છે–એક જીવ ને બીજી અજીવ.
જીવ વસ્તુમાં જ્ઞાન ને સુખ હોય છે.
અજીવ વસ્તુમાં જ્ઞાન કે સુખ હોતું નથી.
જીવને ઓળખવો નહિ ને અજીવ વસ્તુને પોતાની માનવી તે અજ્ઞાન છે;
તે અજ્ઞાનને લીધે, આ દડાની માફક જીવ ચાર ગતિમાં જ્યાં ત્યાં ભટકે
છે. માટે દરેક જીવોએ જીવ અને અજીવની ઓળખાણ કરવી જોઇએ.
એ વાત પૂરી થઇને બધા કુંવરો ઘરે જવાની તૈયારી કરવા લાગ્યાઃ એવામાં દૂરથી
એક ઘોડેસ્વારને આ તરફ આવતા જોઈને તેઓ ઊભા રહ્યા.
(પ)
તે ઘોડેસ્વારે નજીક આવીને સમાચાર આપ્યા કે, હસ્તિનાપુરના રાજા
જયકુમારે ઋષભદેવપ્રભુ પાસે દીક્ષા લીધી અને તેઓ ભગવાનના ગણધર થયા. તે
જયકુમાર ભરતચક્રવર્તીના સેનાપતિ હતા, પોતાના છ વર્ષના કુંવરને રાજતિલક
કરીને તેમણે દીક્ષા લઇ લીધી. ચક્રવર્તીનું પ્રધાનપદ છોડીને હવે તીર્થંકર ભગવાનના
પ્રધાન થયા.