Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 32 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૨પઃ
ઘોડેસ્વાર પાસેથી એ સમાચાર સાંભળીને સૌએ કુમારોને એકદમ આશ્ચર્ય થયુંઃ
‘અહો, તેનું જીવન ધન્ય છે’ એમ કહીને તેને દૂરથી નમસ્કાર કર્યા; અને બધાય કુમારો
મનમાં ને મનમાં દીક્ષા લેવાનો વિચાર કરવા લાગ્યા, ને તે માટે ભગવાનના દરબાર
તરફ જવા લાગ્યા. આ બધાય કુમારો હજી કુંવારા છે, મહાન રાજવૈભવ તેમને મળ્‌યો છે
પણ તે ભોગવવાની લાલસા નથી; તેઓને તો મુક્તિ લેવાની ભાવના છે અને તે માટે
દીક્ષા લેવાને તૈયાર થયા છે, ને નીચે મુજબ ભાવના ભાવતાં ભાવતાં ઋષભદેવપ્રભુના
ધર્મદરબાર તરફ તેઓ જઈ રહ્યા છેઃ–
ચાલો દાદાને દરબાર....ચાલો પ્રભુને દરબાર....
પ્રભુની વાણી છૂટે છે....આત્મસ્વરૂપ દેખાડે છે...
સ્વરૂપ સમજતાં આનંદ થાય....એમાં ઠરતાં મુક્તિ થાય...
ચાલો દાદાને દરબાર....
ચાલો પ્રભુને દરબાર....
અનંતગુણનો હું ભંડાર....મારા મુક્તિમાં ઘરબાર....
મને ગમે નહિ સંસાર....મારે જાવું પેલે પાર....
ચાલો દાદાને દરબાર....
ચાલો પ્રભુને દરબાર....
સોએ રાજકુમાર દીક્ષા લેવા માટે ઋષભદાદાના દરબારમાં પહોંચ્યા; અને પ્રભુજી
પાસે દીક્ષા લઇને મુનિ થયા. શાસ્ત્રમાં આ સો રાજકુમારોના દીક્ષા પ્રસંગનું એવું
અદ્ભૂત વર્ણન આવે છે કે આત્માર્થી જીવને તો તે વાંચતાં ઊંડી વૈરાગ્ય ભાવનાઓ
જાગે છે, દીક્ષા લીધી પછી તે ૧૦૦ કુમાર–મુનિઓ આત્મધ્યાનમાં મગ્ન થયા; કેટલાક
વખત સુધી આત્મધ્યાનનો અભ્યાસ કરતાં તેઓને કેવળજ્ઞાન પ્રગટ થયું; તેઓ બધાય
મુક્તિ પામ્યા, ને ભગવાન થયા.
બાળકો, જીવ અને અજીવ વસ્તુની સાચી ઓળખાણપૂર્વકના વૈરાગ્યનું
આ ફળ છે, માટે તમે જીવ અને અજીવ વસ્તુને બરાબર ઓળખજો
અને આ વૈરાગી રાજકુમારોના આદર્શને તમારા જીવનમાં ઉતારજો.