Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 34 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૨૭ઃ
“જૈન–સન્દેશ”
(ભગવાનનો સંદેશ, ભગવાનના તેડા)
જેમ કોઈ સ્ત્રીનો પતિ પરદેશમાં હોય ને ત્યાંથી તેનો સંદેશ આવે તો કેવી
હોંશથી તે વાંચે છે, તેમ આ ધર્મપિતા ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ સીમંધર પરમાત્મા
વિદેહદેશમાં બિરાજે છે તેમનો સંદેશ છે, કુંદકુંદાચાર્યદેવ ત્યાં જઇને ભગવાનનો
સંદેશો લાવ્યા છે, ભગવાનનો કાગળ લાગ્યા છે. તેમાં ભગવાનનો એવો સંદેશો છે
કે–હે જીવ! જ્ઞાનાનંદ સ્વભાવી આત્મા છે, જેવો અમારો આત્મા છે તેવો જ તારો
આત્મા છે. એ શુદ્ધ દ્રવ્યગુણપયાર્યપણે તારા આત્માને ઓળખ તો તને સમ્યગ્દર્શન
થાય અને તારા મોહનો ક્ષય થઇ જાય! અમે એ રીતે મોહનો ક્ષય કર્યો છે ને એ
રીતે મોહક્ષય કરીને તું પણ અમારા પંથે અમારા દેશમાં ચાલ્યો આવ! આમ
ભગવાનના સંદેશ આવ્યા છે (આમ ભગવાનના તેડા આવ્યા છે)
જુઓ, આ જૈન સન્દેશ! રાગથી ધર્મ થાય એવો ભગવાનનો સન્દેશ નથી એટલે
કે જૈન સન્દેશ નથી. ભૂતાર્થ સ્વભાવરૂપ એવો જે શુદ્ધ આત્મા તેના જ આશ્રયે
સમ્યક્દર્શનજ્ઞાનચારિત્ર છે, માટે તેનો આશ્રય કરો એવો ભગવાનનો સંદેશ છે. તે જ
જૈનસન્દેશ છે.
સાધક જીવને પોતાના સ્વરૂપની લગની લાગી
છે, તે સ્વરૂપલગનીના મંડપમાં સિદ્ધભગવંતોને આમંત્રે
છે કે હે સિદ્ધભગવંતો! મારી મુક્તિના મંગલ પ્રસંગે
મારા આંગણે મારા ચૈતન્યમંડપમાં પધારો...આપના
પધારવાથી મારા મંડપની (–મારા શ્રદ્ધા–જ્ઞાનની)
શોભા વધશે.
–વૈશાખ સુદ બીજના પ્રવચનમાંથી