શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૨૮ઃ વૈશાખ સુદ ૨
સ્વજ્ઞેયરૂપ આત્માનું વર્ણન
શ્રી પ્રવચનસારની ૧૭૨ મી ગાથામાં ‘અલિંગગ્રહણ’ ના
વીસ અર્થોથી અસાધારણ લક્ષણદ્વારા સ્વજ્ઞેયરૂપ આત્મા
ઓળખાવ્યો છે. તેના ઉપરના પ્રવચનોમાંથી મહત્વનો
સારભાગ અહીં આપવામાં આવ્યો છે. અહા,
દ્રવ્યાનુયોગનું દોહન કરીને સંતોએ સ્વજ્ઞેયનો સાક્ષાત્કાર
કરાવ્યો છે.
આત્માને જાણવાનું અસાધારણ ચિહ્ન શું છે એમ જિજ્ઞાસુ શિષ્યનો પ્રશ્ન છે. તેને
આચાર્યદેવ આ ૧૭મી ગાથામાં અસાધારણ ચિહ્ન બતાવીને આત્માનું પરમાર્થસ્વરૂપ
ઓળખાવે છે.
આત્મા અતીન્દ્રિય જ્ઞાનસ્વરૂપ છે, તે ઇન્દ્રિયો વડે જાણવાનું કામ કરતો નથી.
ઇન્દ્રિયોવડે જાણે તે આત્મા–એમ ઓળખે તો ઇન્દ્રિયથી ભિન્ન આત્માનું પરમાર્થસ્વરૂપ
ઓળખાતું નથી. ઇન્દ્રિયોથી તો આત્મા અત્યંત જુદો છે એમ ભેદજ્ઞાન કરાવીને
અતીન્દ્રિય જ્ઞાનમય આત્મા ઓળખાવ્યો છે.
વળી જ્ઞેયરૂપ એવો જે આત્મા તે ઇન્દ્રિયોવડે જણાતો નથી. ઇન્દ્રિયોના
અવલંબનવાળું જ્ઞાન આત્માને જાણી શકતું નથી. ચિદાનંદસ્વભાવમાં અંતર્મુખ થઇને
અતીન્દ્રિય થયેલું જ્ઞાન જ આત્માને જાણી શકે છે.
વળી ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા ઇન્દ્રિયગમ્ય કોઇ ચિહ્નોવડે પણ સ્વજ્ઞેય થતો
નથી. અતીન્દ્રિય આત્મા ઇન્દ્રિય–ચિહ્નોવડે કેમ જણાય?
વળી બીજા જીવો એકલા અનુમાનવડે આત્માને જાણી લ્યે એવો પણ આત્મા
નથી. આમાં અદ્ભુત વાત છે. પોતાને સ્વસંવેદન થયા વગર કેવળજ્ઞાની મુનિ કે
ધર્મી વગેરે સામા આત્માની ઓળખાણ યથાર્થ થઇ શકતી નથી. અહા, ચૈતન્યની
અચિંત્ય કિંમત કેમ થાય તેની આ વાત છે. રાગથી જરા જુદો પડીને, જ્ઞાનસ્વરૂપી
આત્માનો નિર્ણય કરે