Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 37 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
ઃ ૩૦ઃ વૈશાખ સુદ ૨
જેમ એક ગામથી બીજા ગામ જવું હોય, ત્યાં અંધારામાં માર્ગ ભૂલે ને ઘણું
દોડી દોડીને પાછા હતા ત્યાં ને ત્યાં જ આવીને ઊભા રહે, તેમ સંસારમાંથી મોક્ષમાં
જવું હોય તો તેનો આ રાહ છે કે ઉપયોગને અંતરમાં વાળવો. તેને બદલે અજ્ઞાનથી
રસ્તો ભૂલે ને રાગના રસ્તે ચડી જાય–ઉપયોગને રાગમાં જોડી દ્યે. પછી રાગના
રસ્તે ગમે તેટલું દોડે, ગમે તેટલી શુભરાગની ક્રિયાઓ કરે ને પછી પૂછે કે ક્યાં
સુધી પહોંચ્યા?–તો જ્ઞાની કહે કે ભાઈ, તું હતો ત્યાં ને ત્યાં જ છો, સંસારમાં ને
સંસારમાં જ છો, મોક્ષના રાહે તું એક પગલું પણ આવ્યો નથી. તું મોક્ષના રાહ
ભૂલીને સંસારના રાહે ચડી ગયો છો એટલે અનંતકાળ વીત્યો તોપણ તું સંસારમાં
ને સંસારમાં જ છો. ભાઈ, મોક્ષના રાહ તો ઉપયોગને અંતરમાં વાળ તો જ હાથ
આવે તેમ છે.
ત્યારે ઉપયોગ વિકલ્પથી છૂટો પડીને અંતરમાં વળ્‌યો હોય છે. પછી તે
જ્ઞાનીને વિકલ્પ આવે ને ઉપયોગ તેમાં જોડાય તોપણ તેમાં તેને એકતા થતી નથી,
એકતાબુદ્ધિ તો ચૈતન્યમાં જ રહે છે, તેથી રાગ વખતે પણ જ્ઞાનીનો ઉપયોગ હણાતો
નથી.
રાગ પણ ઉપયોગથી પર છે. તેના વડે જ્ઞાનીનો ઉપયોગ હણાતો નથી–અહો,
આ વાત અંતરના લક્ષ વગર સમજાય તેવી નથી. ધર્મીના ઉપયોગમાં ચૈતન્યની મુખ્યતા
છે, તેમાં રાગનો અભાવ છે, એટલે ધર્મીનો ઉપયોગ રાગથી મુક્ત છે, છૂટો છે,
સ્વસન્મુખ થઇને આવો ઉપયોગ જેને પ્રગટયો છે તે જ ધર્મી છે.
નિશ્ચય અને વ્યવહાર બન્નેને જાણવાથી પ્રમાણજ્ઞાન થાય છે–એ વાત ખરી.
પણ એનો અર્થ એમ નથી કે વ્યવહારના આશ્રયથી લાભ થાય છે. જો વ્યવહારના
આશ્રયથી લાભ માને તો તો નિશ્ચય–વ્યવહારનું પ્રમાણજ્ઞાન થતું જ નથી. આ
અલિંગગ્રહણ આત્માના વર્ણનમાં વ્યવહારનું જ્ઞાન આવી જાય છે ખરું, પરંતુ
વ્યવહારનો આશ્રય છોડાવીને પરમાર્થ શુદ્ધઆત્માનો આશ્રય કરાવ્યો છે. પરમાર્થના
આશ્રયે શુદ્ધ આત્માનું સ્વરૂપ જાણે ત્યારે પ્રમાણજ્ઞાન થાય અને ત્યારે જ નિશ્ચય–
વ્યવહાર બન્નેનું જ્ઞાન સાચું થાય.
ધર્મીના ધર્મનું ચિહ્ન શું? બહારનું દ્રવ્યલિંગ–દિગંબર શરીર કે પંચમહાવ્રતના
શુભ વિકલ્પો તે ખરેખર ધર્મીના ધર્મનું ચિહ્ન નથી. અંતરમાં ચૈતન્યના નિર્મળ
ઉપયોગરૂપ જે ભાવલિંગ તે જ ધર્મીના ધર્મનું ચિહ્ન છે. ધર્મીજીવ જડ શરીરના ચિહ્નને
કેમ ધારણ