Atmadharma magazine - Ank 247
(Year 21 - Vir Nirvana Samvat 2490, A.D. 1964).

< Previous Page   Next Page >


PDF/HTML Page 38 of 83

background image
શ્રી કાનજીસ્વામી–હીરકજયંતી–અભિનંદન–અંક
વૈશાખ સુદ ૨ઃ ૩૧ઃ
કરે? ધર્મી જીવ વિકલ્પને કેમ ધારણ કરે? ધર્મી જીવ તો શુદ્ધ ઉપયોગરૂપ પોતાના ધર્મને
જ ધારણ કરે છે, ને તે જ ધર્મીનું ચિહ્ન છે.
અહીં મુનિના ચિહ્નની વાત કરી, તે જ રીતે સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા પણ વિકલ્પ વડે
કે દેહની ક્રિયારૂપ ચિહ્ન વડે ઓળખાતા નથી. તેમની નિર્મળ પરિણતિરૂપ ચિહ્ન વડે જ તે
ઓળખાય છે. આ આમ બોલે છે, આમ ખાય છે, એમ જુએ પણ તેમની અંતરની દ્રષ્ટિ
અને પરિણતિ શું છે તેને ન ઓળખે તો ધર્મીની ઓળખાણ થતી નથી.
નગ્નદશા કે પંચમહાવ્રત તે ખરેખર મુનિનું ચિહ્ન નથી; પરંતુ એનો અર્થ
એમ નથી કે નગ્નદશાથી કે પંચમહાવ્રતથી વિરુદ્ધ સ્થિતિ ત્યાં હોય. મુનિદશામાં
દ્રવ્યલિંગ તરીકે નિયમથી નગ્નદશા જ હોય ને પંચમહાવ્રત જ હોય,–એવો જ
વ્યવહાર હોય, પણ તે વ્યવહાર કાંઇ ધર્મીનું ચિહ્ન નથી, તે વ્યવહાર છે માટે
મુનિદશા છે–એમ નથી. મુનિદશા તે વ્યવહારના આશ્રયે નથી પ્રગટી, મુનિદશા તો
ચૈતન્યના પરમાર્થસ્વરૂપમાં લીનતાથી જ પ્રગટી છે. એટલે વિકલ્પ કે દેહની દશારૂપ
લિંગથી ધર્મીનું ગ્રહણ એટલે કે ધર્મીની ઓળખાણ થાય નહીં. “આ આત્મા
નિર્મળદશારૂપે પરિણમ્યો છે”–એમ વિકલ્પ ઉપરથી કે તેની દેહની ક્રિયા ઉપરથી
નક્કી થઇ શકતું નથી, પણ તેની અંતરંગ નિર્મળ પરિણતિરૂપ ચિહ્નની ઓળખાણ
વડે જ તે નક્કી થઇ શકે છે.
આ અલિંગગ્રહણના છેલ્લા ત્રણ બોલમાં તો આચાર્ય–ભગવાને દ્રવ્ય–ગુણ–
પર્યાયના ભેદથી પણ પાર એકાકાર ચૈતન્ય વસ્તુનું અદ્ભુત રહસ્ય ખોલ્યું છે. ચૈતન્યના
અનુભવના રહસ્ય જગત પાસે ખુલ્લા મુકીને સંતોએ મહા ઉપકાર કર્યો છે; તેમાંય આ
અલિંગગ્રહણના ૨૦ બોલનું વર્ણન કરીને તો કમાલ કરી છે.
“આ જ્ઞાન તે આત્મા” એવા ગુણભેદના વિકલ્પ વડે આત્માનું ગ્રહણ થતું નથી.
‘જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા’–એવા ગુણભેદના વિકલ્પ દ્વારા,
આત્માનું જ્ઞાન થતું નથી. આત્મામાં અનંતગુણ છે ખરા, પણ ગુણોના ભેદ પાડીને
લક્ષમાં લેવા જાય તો આત્મા અનુભવમાં આવતો નથી;–કેમકે ચૈતન્યમૂર્તિ શુદ્ધ આત્મા
ગુણભેદના વિકલ્પને સ્પર્શતો નથી.
આ જ્ઞેય અધિકાર છે, તેમાં સ્વજ્ઞેય આત્મા કેવો છે અને તે કઇ રીતે જણાય
તેની આ વાત છે. ચૈતન્યમૂર્તિ આત્મા ઇન્દ્રિયોવડે જાણનારો નથી, ને ઇન્દ્રિયોવડે તે
સ્વજ્ઞેય થતો